ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.


આવતીકાલે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી

વલસાડ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. છોટા ઉદેપુર અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, વડોદરા અને પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ પર છે, 27 જળાશયો એલર્ટ પર તથા 09 જળાશયો વોર્નિંગ લેવલ પર છે.


  • Follow us on: