ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે.7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા દક્ષિણ ગુજરાતના ભાગો વરસાદથી વધુ પ્રભાવિત થશે. આ ઉપરાંત લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.













