ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ. દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા દક્ષિણ ગુજરાતના ભાગો વરસાદથી વધુ પ્રભાવિત થશે. આ ઉપરાંત લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ. દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં ચાલુ સિઝનમાં 90.81 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં ચાલુ સિઝનમાં 90.81 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 94.48, ઉત્તર ગુજરાતમાં 95.31, કચ્છમાં 85.14, મધ્ય ગુજરાતમાં 90.58 અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 207 જળાશયોમાં 84.05 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 89.89 ટકા પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 76.53, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 93.12, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 78.68, કચ્છના 20 ડેમમાં 60.10 અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 80.97 ટકા જળસંગ્રહ છે.


  • Follow us on: