ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સહિત લો પ્રેસર સક્રિય થવાથી 4 અને 5 સપ્ટેમ્બરે રાજયમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સક્રિય થશે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સક્રિય થશે. અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સહિત લો પ્રેસર સક્રિય થવાથી 4 અને 5 સપ્ટેમ્બરે રાજયમાં વરસાદનું જોર વધશે.સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચાલુ સિઝનમાં 90.81 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં ચાલુ સિઝનમાં 90.81 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 94.48, ઉત્તર ગુજરાતમાં 95.31, કચ્છમાં 85.14, મધ્ય ગુજરાતમાં 90.58 અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 207 જળાશયોમાં 84.05 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 89.89 ટકા પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 76.53, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 93.12, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 78.68, કચ્છના 20 ડેમમાં 60.10 અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 80.97 ટકા જળસંગ્રહ છે.


  • Follow us on: