વડાપ્રધાન મોદીએ તા.7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.તા.7 ઓક્ટોબર 2001થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા.7 ઓક્ટોબર 2025ના રોજ સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા તા.7થી 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે.


તેમણે નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કર્યા

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ટ્રેડ હોય કે ટ્રમ્પ હોય આપણે ક્યાંય ગાંઠ્યા નથી. વડાપ્રધાન મોદીએ આહ્વાન કર્યું છે કે ભારતમાં બનેલી વસ્તુઓ વાપરો. તેમણે નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. આઝાદી પૂરી થયા પછી એવું કહેતા કે આઝાદી અપાવી પણ સ્વદેશી અને સ્વચ્છતાનો વિષય ભૂલી ગયા હતાં. આપણે વિશ્વમાં નિકાસ કરતા આયાત વધુ કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, દવાઓ માટે એક સમયે ચિંતા રહેતી હતી. વડાપ્રધાને માં કાર્ડની શરૂઆત કરાવી. આ કાર્ડ વ્યક્તિના આયુષ્યની ગેરંટી બને છે. જેમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળે છે.

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નિર્મૂલન માટે 16 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. કેન્સરના નિદાન માટે 27 હજાર કર્મચારીઓને તાલીમ અપાશે. સસ્તી દવા અને મફત સારવારની સેવા ગુજરાતથી શરૂ થઈ જે હાલ દેશમાં શરૂ થઈ છે. વડાપ્રધાને રોડ રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ રૂઢિગત વિચારો સામે કામ કર્યું છે. દિકરીના જન્મ પર જ્યારે સમાજના લોકો મોઢું બગાડતા હતા ત્યારે દિકરીને બચાવવાનું અને તેને ભણાવવાનું અભિયાન પણ ચાલુ કર્યું હતું.


  • Follow us on: