ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદી માહોલ જોવા મળશે.અરબી સમુદ્રમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું ધીમું પડી ગયું છે અને હવે તે ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.ગુજરાત પર તેની કોઈ મોટી કે ગંભીર અસર થવાની સંભાવના નથી. આ સિસ્ટમની આડઅસરરૂપે રાજ્યના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતા ઘટશે. દરિયા કાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. શક્તિ વાવાઝોડુ ધીમુ થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે.













