રાજ્ય સરકારે જાહેર કરેલી કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોને કોઇપણ રકમ આપવનાની નથી તેવી માહિતી આપીને સ્પષ્ટતા જાહેર કરી છે. અગાઉ કેટલીક ફરિયાદો સામે આવી હતી કે ફોર્મ ભરવા માટે પૈસા લેવામાં આવી રહ્યા છે, જેના પગલે સરકારને સ્પષ્ટતા જારી કરવી પડી.


સરકારની સ્પષ્ટતા

વિકાસ કમિશનરની કચેરીએ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે અરજદારે કોઈપણ ઓપરેટરને એક પણ રૂપિયો ન આપવો. સહાયના ફોર્મ માટેનો આખી પ્રક્રિયા નિઃશુલ્ક રહેશે.

ફોર્મ ભરવા માટે પૈસા લેવાતા હોવાની ફરિયાદો ઉઠી હતી

ફોર્મ ભરવા માટે પૈસા લેવાતા હોવાની ફરિયાદો ઉઠી હતી જે સરકારના ધ્યાનમાં આવતા આ પરિપત્ર જાહેર કરાયો છે. અરજદારે ઓપરેટરને એક પણ રુપિયો આપવાનો નથી તેમ સરકાર દ્વારા જણાવાયું છે 

  • Follow us on: