
Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ

Nov 19, 2025 11:31 pm
મહિલાઓની સુરક્ષા માટે શહેર પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરાઈ
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવ યોજી છે. ક્રાઈમ બ્રાંચની મહિલા સેલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રાઈવ યોજવામાં આવી છે. શહેરની ભીડ ભાડ વાળી જગ્યાઓ, વાહનો અને ગાર્ડનમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ સતત 30 દિવસ સુધી ચાલશે. મહિલા સેલ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ ડ્રાઈવમાં જોડાઈ છે. અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. શહેરમાં ક્રાઈમ બ્રાંચની મહિલા સેલ દ્વારા વાહન ચેકિંગ, ગાર્ડનમાં ચેકિંગ તેમજ ભીડભાડ વાળી જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તેમજ મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા ડ્રાઈવ યોજવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
Nov 19, 2025 10:35 pm
હડદડ ઘર્ષણ કેસ, હાઇકોર્ટે 68 માંથી 6 ખેડૂતોને શરતી જામીન આપ્યા
બોટાદ જિલ્લાના હડદડ ગામે ગત ૧૨ ઓક્ટોબરે કપાસમાં કડદાને લઈને આયોજિત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ગંભીર ઘર્ષણના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે પોલીસે ૮૫ લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી, જેમાંથી ૬૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૭ લોકો હજુ ફરાર છે. જોકે, હવે આ ૬૮ ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ૬ લોકોને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે, જેનાથી અન્ય આરોપીઓને પણ રાહત મળવાની આશા જાગી છે.
Nov 19, 2025 10:30 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની20-21 નવેમ્બરે ગુજરાત મુલાકાત: ભાવનગર, ભુજ અને મોરબીમાં કાર્યક્રમો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૦ અને ૨૧ નવેમ્બર એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ૨૦ નવેમ્બરે: તેઓ ભાવનગર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ૨૧ નવેમ્બરે: સવારે ૧૦ વાગે તેઓ ભુજ જશે, જ્યાં તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના સ્થાપના દિનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ જ દિવસે તેઓ મોરબી ખાતે ભાજપ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.
Nov 19, 2025 10:21 pm
પેરા સ્વિમિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકો, 48 મેડલ સાથે ગુજરાત 6ઠ્ઠા સ્થાને
જી.એમ.સી. બાલાયોગી એક્વેટિક કોમ્પ્લેક્સ, ઘાંચીબોવલી, હૈદરાબાદ ખાતે યોજાયેલી 25મી પેરા સ્વિમિંગ નેશનલ ચેમ્પિયનશિપ-2025-26માં ગુજરાતના દિવ્યાંગ પેરા રમતવીરોએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે. પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (PSAG) દ્વારા પસંદ કરાયેલા ૩2 રમતવીરોની ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધો
હતો. ગુજરાતની ટીમે આ વર્ષે અભૂતપૂર્વ સફળતા મેળવતા 15 ગોલ્ડ, 21 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 48 મેડલ જીત્યા છે. આ પ્રદર્શનના આધારે ગુજરાત મેડલ ટેલીમાં 6ઠ્ઠા ક્રમે આવ્યું છે. નોંધનીય છે કે ગયા વર્ષે ગુજરાતે 25 મેડલ મેળવ્યા હતા, તેની તુલનામાં આ વર્ષે મેડલની સંખ્યામાં બમણો ઉછાળો આવ્યો છે.
Nov 19, 2025 10:21 pm
અમદાવાદ મનપાની ઘોર બેદરકારી, મકરબા રોડ પર ઢાંકણું તૂટતા આધેડ ગટરમાં પડ્યા
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના બેદરકાર વહીવટની વધુ એક ઘટના મકરબા રોડ પર સામે આવી છે. ટોરેન્ટ પાવર નજીક આવેલા મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું તૂટી જતાં રોડ પરથી પસાર થઈ રહેલા એક આધેડ વ્યક્તિ તેમાં પડી ગયા હતા. આ ઘટના સમયે રોડ પરથી પસાર થઈ રહેલા એક બહાદુર યુવકની સમયસૂચકતા અને હિંમતના કારણે આધેડનો જીવ બચી ગયો હતો. યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગટરમાં ઉતરીને આધેડને બહાર કાઢ્યા હતા. આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Nov 19, 2025 09:11 pm
ઉનામાં ગમખ્વાર અકસ્માત: બે સગા ભાઈ સહિત 3 વ્યક્તિઓના કરૂણ મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક કેસરીયા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ મોકલી આપીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 19, 2025 09:11 pm
બનાસકાંઠા: પાલનપુર-આબુ હાઇવે પરના ગેરેજમાં ભીષણ આગ, લાખોનો સરસામાન ખાક
બનાસકાંઠામાં પાલનપુર-આબુ હાઇવે પર ચેકપોસ્ટ ચોકડી નજીક આવેલા એક ગેરેજમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગેરેજમાં રહેલો તમામ સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. છેલ્લા ૩૦ મિનિટથી વધુ સમયથી ફાયર ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
Nov 19, 2025 08:48 pm
મહેસાણાની હોલી ફેમિલી સ્કૂલમાં ગંભીર ઘટના, શિક્ષકે બહાર બેસાડેલા ધોરણ 6 ના વિદ્યાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી
મહેસાણા જિલ્લાના કડીની હોલી ફેમિલી સ્કૂલમાં એક ગંભીર ઘટના બની છે. શાળાના ધોરણ ૬માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. અહેવાલ મુજબ, શિક્ષકે કોઈ કારણસર વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર બેસાડ્યો હતો, અને ત્યારબાદ તેણે આ પગલું ભર્યું હતું. છલાંગ લગાવવાના કારણે વિદ્યાર્થીને પગમાં ફ્રેક્ચર થયું છે. સમગ્ર ઘટના બાદ શાળા સંચાલકનું નિવેદન આવ્યું છે કે, "વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યો છે," પરંતુ તેમણે ઉમેર્યું હતું કે, "વિદ્યાર્થી કેમ કૂદ્યો તે અંગે તેમને ખબર નથી."
Nov 19, 2025 07:49 pm
સુરત એરપોર્ટ પર રૂપિયા 1.41 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી એક વિદેશી મુસાફર પાસેથી ૪.૦૫૫ કિલોગ્રામ વજનનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની અંદાજિત કિંમત રૂપિયા ૧.૪૧ કરોડ જેટલી થાય છે તેવા ગાંજાના ૮ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા આ મુસાફરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 19, 2025 07:49 pm
સુરત ગ્રામ્યમાં રખડતા ઢોરનો આતંક, હુમલામાં એક વ્યક્તિ ઘાયલ
સુરત ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. કીમ-માંડવી માર્ગ પર આવેલા રણછોડનગર નજીક રસ્તા પરથી પસાર થઈ રહેલા એક રાહદારી પર પશુઓએ હુમલો કર્યો હતો. ઢોરના આ હુમલામાં તે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પશુઓના મુદ્દે ભયનો માહોલ ફેલાયો છે.
Nov 19, 2025 07:49 pm
આણંદ મનપા દ્વારા સ્વચ્છતાના અભાવે નોનવેજની 8 દુકાનો સીલ
આણંદ નગરપાલિકા (મનપા) દ્વારા શહેરના ગુજરાતી ચોક વિસ્તારમાં આવેલી નોનવેજનું વેચાણ કરતી ૮ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દુકાનોમાં સ્વચ્છતાનો ભારે અભાવ અને ગંદકી જોવા મળવાને કારણે કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન એવું પણ જણાયું હતું કે આ દુકાનોમાં ખાદ્ય પદાર્થો ખુલ્લામાં બનાવવામાં અને વેચવામાં આવતા હતા, જે લોકોના આરોગ્ય માટે જોખમીરૂપ બની શકે તેમ હતું. આ જાહેર આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આ આઠેય દુકાનોને સીલ કરીને કડક પગલાં લેવામાં આવ્યા છે.
Nov 19, 2025 07:48 pm
વિરમગામ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, ખાનગી કંપનીના 12 કર્મચારીઓ ઘાયલ
વિરમગામ-અમદાવાદ રોડ પર આવેલા હાંસલપુર તિરંગા સર્કલ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ખાનગી કંપનીના ૧૨ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Nov 19, 2025 07:23 pm
સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદેસર 'બ્લેકટ્રેપ' ખાણ પર દરોડા, વિસ્ફોટક પણ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ધમધમતી પથ્થર (બ્લેકટ્રેપ)ની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન તંત્રએ મોટા પાયે ખનીજ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. સ્થળ પરથી ૨ હિટાચી મશીન, ૯ ડમ્પર અને ૧ પીકઅપ વાન સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલું એક્સપ્લોઝિવ (વિસ્ફોટક સામગ્રી) પણ મળી આવ્યું હતું, જે અંગે સાયલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
Nov 19, 2025 07:10 pm
વડોદરામાં શૌચાલયમાં શાકભાજી ધોનાર સામે VMC ની લાલ આંખ, સંચાલક અને વેપારીને નોટિસ
વડોદરામાં સ્વચ્છતાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે, જ્યાં ખંડેરાવ માર્કેટમાં આવેલ સુલભ શૌચાલયનો ઉપયોગ શાકભાજી મૂકવા અને ધોવા માટે કરવામાં આવતો હતો. આ માર્કેટ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની બેઠક નજીક જ આવેલું છે. આ અંગે ફરિયાદ મળતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સુલભ શૌચાલયના સંચાલક અને સંબંધિત વેપારી બંનેને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે સ્થળ પરથી મળેલા શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરકારીને પગલે માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટે તત્કાળ સુલભ શૌચાલયને સીલ પણ મારી દીધું છે.
Nov 19, 2025 07:02 pm
મહેસાણા ફૂડ વિભાગના કડીમાં દરોડા: જૂના ટીનમાં ખાદ્યતેલનું પેકિંગ કરતું યુનિટ ઝડપાયું
મહેસાણા ફૂડ વિભાગ દ્વારા કડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કડીના નંદાસણ રોડ પર આવેલી સી.કે. પ્રોટીન નામની જગ્યા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ યુનિટમાં જૂના ટીનમાં ખાદ્યતેલનું પેકિંગ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી રિફાઇન્ડ સોયાબીન ઓઈલના ૧૦૦ ટીન સહિત કુલ ₹૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ખાદ્યતેલના નમૂનાઓને વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
Nov 19, 2025 06:27 pm
મોરબી મનપા કચેરીમાં બબાલનો વીડિયો વાયરલ, કર્મચારીએ યુવાનને થપ્પડ મારી
મોરબી નગરપાલિકા (મનપા) કચેરીમાં રેનબસેરા સ્થિત જન્મ-મરણના દાખલા વિભાગમાં મારામારી અને બબાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મનપા કર્મચારી કોઈ બાબતે માથાકૂટ કરીને એક યુવાનને થપ્પડ મારે છે. જોકે, સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
Nov 19, 2025 06:27 pm
સુરતમાં રૂપિયા 70.50 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો
સુરતમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને મોટી સફળતા મળી છે. SOG પોલીસે અલથાણ વિસ્તારમાંથી મોહંમદ અંસારી નામના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂપિયા ૭૦.૫૦ લાખની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે ડ્રગ્સની હેરાફેરી બદલ આરોપી સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Nov 19, 2025 06:27 pm
ભાવનગર હત્યા કેસમાં નવો વળાંક: ACF શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકોની હત્યા પાછળ 'પ્રેમ પ્રકરણ' કબૂલ્યું
ભાવનગરમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાએ પત્ની અને બે બાળકોની હત્યા કરવાના ગંભીર કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આરોપી શૈલેષ ખાંભલાએ આઘાતજનક કબૂલાત કરી છે કે તેણે તેના જ પરિવારની હત્યા પ્રેમ પ્રકરણને કારણે કરી હતી. શૈલેષ ખાંભલાની આ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તેણે પોતે જ ગુના પાછળનું આ કારણ પોલીસ સમક્ષ કબૂલ્યું છે.
Nov 19, 2025 06:27 pm
20 વર્ષ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ માટે ગુજરાતમાં બમણી ફી
ગુજરાત સરકારે વાહનોના ફિટનેસ સર્ટીફિકેટ (RC રિન્યુઅલ) અંગે મોટો નિર્ણય લીધો છે, જે મુજબ ૨૦ વર્ષની મર્યાદા પૂરી કરનારા વાહનોના ફિટનેસ સર્ટીફિકેટ માટે હવે બમણી ફી ચૂકવવી પડશે. આરટીઓ નિયમ મુજબ, ૧૫ વર્ષની આયુ ધરાવતા વાહનોનું ફિટનેસ ચેકઅપ કરાવ્યા બાદ ૫ વર્ષનો પરવાનો મળે છે, જેના માટે હાલમાં ટુ-વ્હીલર ચાલકો રૂપિયા ૧,૦૦૦ અને ફોર-વ્હીલર ચાલકો રૂપિયા ૫,૦૦૦ ફી ચૂકવે છે. જો કે, હવે ૨૦ વર્ષ બાદ તે જ વાહનના ફિટનેસ સર્ટીફિકેટ માટે ટુ-વ્હીલરને રૂપિયા ૨,૦૦૦ અને ફોર-વ્હીલરને રૂપિયા ૧૦,૦૦૦ની બમણી રકમ ચૂકવવી પડશે.
Nov 19, 2025 06:27 pm
ગાંધીનગરની એકતા યાત્રામાં DYCM હર્ષ સંઘવીએ સરદાર સાહેબને યાદ કરી કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી (DYCM) હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં PDPU ક્રોસ રોડથી સરદાર ચોક સુધી 'એકતા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "સરદાર સાહેબને જોઈ ભલભલા ધ્રૂજતા" અને "સરદાર સાહેબે અંગ્રેજોની સાડાબારી ન રાખી" તેમજ તેઓ ધરતીપુત્રો માટે કામ કરી રહ્યા હતા. તેમણે કોંગ્રેસના વડવાઓ પર સરદાર સાહેબ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવ્યો હતો. યુવાનોને સંબોધતા DYCMએ કહ્યું કે, "યુટ્યુબ પર માત્ર ગીત ન જોતા, પણ સરદાર સાહેબ વિષે પણ જાણજો."
Nov 19, 2025 06:00 pm
વાંચો બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર
02. Rajkotમાં મવડી રોડ પર ગેસ સિલિન્ડર લીક થતા અફરાતફરી
03. ભારતના સ્ટાર ક્રિકેટરને થયો મુસ્લિમ યુવતી સાથે પ્રેમ, ધર્મના વાડા તોડી કર્યા લગ્ન
04. Ahmedabad પોલીસની મોટી કાર્યવાહી, રૂપિયા 8.16 લાખની કિંમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત
05. Surat News: રત્ન કલાકારોના બાળકોના ફોર્મ બીજી વખત પણ રદ થયા, જાણો સરકાર પાસે શું માગ કરી
Nov 19, 2025 05:23 pm
પ્રેમ સંબંધના કારણે બોટાદમાં સગીરની હત્યા, પિતા-પુત્ર આરોપી ઝડપાયા
બોટાદના જાળીલા ગામે ગત ૧૨ નવેમ્બરના રોજ પાણીની ટાંકી પાસેથી અનુસૂચિત સમાજના એક સગીરનો મૃતદેહ મળી આવવાના કેસમાં પોલીસે ધરપીપળા ગામના પિતા-પુત્રની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક સગીરને મુખ્ય આરોપી પારસ ધરજીયાની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. પારસને આ સંબંધના મેસેજ મળી જતાં તેણે તેના પિતા સાથે મળીને સગીરની હત્યા કરી નાખી હતી. મૃતકના પિતા મનજીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યારા પિતા-પુત્રને પકડી પાડ્યા છે અને વધુ તપાસ માટે આરોપી પારસ સાથે ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે.
Nov 19, 2025 05:23 pm
હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્નકલાકારોની વ્યથા અને RTI નો આશરો
સુરતમાં હીરા ઉદ્યોગની મંદીને કારણે નોકરી ગુમાવનાર 1000થી વધુ રત્નકલાકારોએ તેમના બાળકોના શાળા ફી માફી યોજનાના ફોર્મ અકારણ રિજેક્ટ થતા માહિતી અધિકાર કાયદા (RTI)નો આશરો લીધો છે. એક રત્નકલાકારની વ્યથા મુજબ, તેમને બાળકોના ફોર્મ રિજેક્ટ થવાનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી. ત્રણ મહિનાથી બેકાર આ કલાકારે જણાવ્યું કે તેઓ છૂટક મજૂરી કરીને રોજના ₹300 અને તેમની પત્ની સાડીમાં સ્ટોન લગાવીને રોજના ₹200 કમાય છે, જેનાથી ભાડાના મકાનનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, જ્યારે પહેલા તેઓ મહિને ₹30-35 હજાર કમાતા હતા. આ રત્નકલાકારોની સરકાર પાસે અપેક્ષા છે કે તેમના બાળકોનું શિક્ષણ ન અટકે તે માટે 'રત્ન કલાકાર સહાય યોજના' હેઠળ ફી માફી અંગે પુનર્વિચારણા કરવામાં આવે.
Nov 19, 2025 04:59 pm
જેલમાં આતંકીને માર મારવા મુદ્દે DYCMનું નિવેદન
સમગ્ર મામલે અધિકારી નિવેદન લઇ રહ્યા છે, દેશદ્રોહી હોવાનું કહી હુમલો કર્યાનું તારણ, ચશ્મા પડી જવાના કારણે વાગ્યું છે, ગઇકાલે સાબરમતી જેલમાં માર મરાયો હતો
Nov 19, 2025 04:54 pm
કેબિનેટ બેઠકમાં જનજાતિ ગૌરવ દિવસ કાર્યક્રમ મુદ્દે ચર્ચા
જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમ બદલ અભિનંદન આપ્યા , ડેડીયાપાડામાં એક લાખ લોકો કાર્યક્રમમાં જોડાયા હતા
9700 કરોડના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થયા હતા, આદિવાસી સમુદાય કલ્યાણ માટે 2 લાખ કરોડના કામ થશે, સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી, 26 નવેમ્બરે કરમસદથી કેવડીયા સુધી પદયાત્રા યોજાશે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ યાત્રામાં જોડાશે, કેબિનેટ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ મુદ્દે સમીક્ષા
Nov 19, 2025 04:53 pm
પાક નુકસાન સહાય મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
16 હજારથી વધુ ગામો અસરગ્રસ્ત, 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી, 1138 કરોડના પેકેજમાં 1.25 લાખ અરજીઓ આવી, આયુષ્યમાન કાર્ડનો નાગરિકોએ લાભ લીધો, 1.37 લાખ નવા આયુષ્યમાન કાર્ડ બન્યા, ઓક્ટોબરમાં 315 કરોડની સહાય કરાઇ, નમો લક્ષ્મી યોજનામાં 465 કરોડની સહાય ચૂકવાઇ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સમીક્ષા કરાઇ, 1.50 લાખ વિદ્યાર્થીઓને 161 કરોડની સહાય કરાઇ
Nov 19, 2025 04:32 pm
રાજકોટમાં GSTના અધિકારીઓને માર મરાયો
ઓમ રેસ્ટોરન્ટમાં તપાસમાં દારુની બોટલો મળી, દારુની બોટલો મળતા GST અધિકારીઓ પર હુમલો, તપાસમાં GST ટીમને દારુની 4 બોટલો પણ મળી, GSTની અધિકારીઓ બિલિંગની તપાસ માટે ગઇ હતી, દરોડા દરમિયાન GST અધિકારીઓને માર મરાયો, ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, ભાજપ અગ્રણી વલ્લભ તારપરા વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
Nov 19, 2025 04:30 pm
હળવદમાં કૌટુંબિક ભાઇના હત્યારાને આજીવન કેદ
વિક્રમ વાઘજીને આજીવન કેદ, 20 હજારનો દંડ, ભાઇની પત્નીને તેડવા ગયેલા આરોપીએ કરી હતી હત્યા, ભાઇ સાથે માથાકૂટ થતા કુહાડીના ઘા મારી કરી હતી હત્યા, મૃતક રમેશભાઈના પુત્ર ખોડાભાઈએ નોંધાવી હતી ફરિયાદ
Nov 19, 2025 04:19 pm
ગોંડલ તાલુકાના સુલતાનપુરના ખેડૂતોનો વિરોધ
ખેડૂતોએ જીગીશા પટેલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા, ખેડૂતોએ મામલતરદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું, ખેડૂતોના વિરોધને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Nov 19, 2025 04:19 pm
NDA વિધાયક દળના નેતા બન્યા નીતિશ કુમાર
NDAના સાથી પક્ષોની બેઠકમાં નિર્ણય, બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, નીતિશ કુમાર રાજ્યપાલને રાજીનામું આપશે, નીતિશ કુમાર 10મી વાર મુખ્યમંત્રી બનશે, આવતીકાલે CMનો શપથવિધિ સમારોહ યોજાશે, શપથવિધિ સમારોહ PM મોદી હાજર રહેશે, અનેક દિગ્ગજ નેતાઓ શપથવિધિમાં હાજર રહેશે
Nov 19, 2025 04:18 pm
વડોદરામાં ખંડણીખોર પોલીસકર્મી ઝડપાયો
વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસકર્મી યાજ્ઞિકની ધરપકડ, પોલીસકર્મીના સાથી અરફાન પઠાણની પણ ધરપકડ દુબઇથી પરત આવેલા યુવક પાસે માગી હતી ખંડણી, વડોદરાના મકરપુરા પાસે કારમાં યુવકને અટકાવ્યો હતો, અમદાવાદ SOGની ઓળખ આપી માગી હતી ખંડણી, યુવકને ધમકી આપી અમદાવાદ CTM લઇ જવાયો હતો, મેડમ મારશે તેમ કહીને 50 લાખ રૂપિયા માંગ્યા હતા
Nov 19, 2025 04:16 pm
દ્વારકાના સલાયામાં ધોળા દિવસે 7 લાખની લૂંટ
મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતો વેપારી લૂંટાયો, દુકાનનું શટર ખોલતા સમયે લૂંટારુઓ ત્રાટક્યા, 7 લાખ રોકડા ભરેલો થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર, પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી
Nov 19, 2025 03:48 pm
ડભોઇમાં કૃષિ સહાયને લઇ તલાટીની દાદાગીરી
ખેડૂતોને સહાયનો દાખલો ન અપાતો હોવાનો આક્ષેપ, ભીલાપુર ગામે તલાટી ખેડૂતોને દાખલો નથી આપતા, વેરો ભર્યા વગર ખેડૂતોને દાખલા નહી અપાય, તલાટીની દાદાગીરીને પગલે ખેડૂતોમાં ભારે રોષ, તલાટીની બદલી કરોના ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા
Nov 19, 2025 03:25 pm
ખેડૂતોને લઇ રાજ્ય સરકારની મોટી જાહેરાત
માર્ચ 2026 પહેલા ખેડૂતોને દિવસે વીજળી અપાશે , ખેડૂતોને દિવસે 100 ટકા વીજળી મળશે, અત્યારે દિવસે 98 ટકા વીજળી અપાઇ રહી છે
Nov 19, 2025 03:16 pm
પાક સહાયના ફોર્મના પૈસા લેતા VCEને છૂટા કરાયા
ગોંડલના સુલતાનપુરના VCE સામે કાર્યવાહી , VCE શિવા ગોંડલીયાને ફરજમાંથી છૂટા કરાયા , ખેડૂતો પાસેથી ફોર્મના 100 રૂપિયા ચાર્જ લેતા હતા, યોગ્ય કાર્યવાહી કરવા DDOએ આપી સૂચના
Nov 19, 2025 03:15 pm
અમદાવાદના ઘુમામાં બિલ્ડિંગની સેફ્ટી વોલ તૂટી
સગલ ગ્રુપ દ્વારા ચાલતુ હતુ કન્સ્ટ્રકશન કામ, કન્સ્ટ્રક્શન સાઈટની ઓફિસો પણ તૂટી, દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
Nov 19, 2025 02:48 pm
છોટાઉદેપુરમાં ભાજપ નેતાનું હૃદયરોગથી નિધન
APMC ચેરમેન મુકેશ પટેલનું હાર્ટએટેકથી નિધન, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હતા મુકેશ પટેલ, હાર્ટએટેક આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મુકેશ પટેલનું નિધન
Nov 19, 2025 02:36 pm
સાયબર ક્રાઈમના ગુનામાં EDની સુરતમાં કાર્યવાહી
ED દ્વારા આરોપીની 2.13 કરોડની મિલકત જપ્ત, ડો.મકબૂલ રહમાન અને પરિવારની 3 મિલકતો જપ્ત , 100 કરોડથી વધુના સાયબર ક્રાઈમમાં EDની કાર્યવાહી, ડિજિટલ એરેસ્ટ, ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી, ફેક નોટિસ મોકલી આરોપી કરતા હતા છેતરપિંડી, ભાડાના બેંક ખાતાથી રૂપિયા ટ્રાન્સફર કરતા હતા, અગાઉ આ કેસમાં મકબૂલ અને કાશિફ ડૉક્ટરની ધરપકડ, મહેશ દેસાઈ અને ઓમ પંડ્યાની કરાઇ છે ધરપકડ
Nov 19, 2025 02:21 pm
વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માતમાં બેના મોત
હાઇવે પર કામ કરતા શ્રમજીવીઓ પર કાર ફરી વળી, શ્રમજીવીઓ પર કાર ફરી વળતા બે શ્રમજીવીના મોત, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ગોરીયાદ નજીકની ઘટના, પાંચ શ્રમજીવીઓ રોડનું સમારકામ કરતા હતા
Nov 19, 2025 02:20 pm
રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના
ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, બે જૂથો વચ્ચે પથ્થરમારો, રીક્ષામાં તોડફોડ, કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી, એક ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
Nov 19, 2025 02:19 pm
વડોદરામાં ડ્રેનેજલાઇનના ખાડામાં યુવક ખાબક્યો
યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો, 12 દિવસ અગાઉ કરવામાં આવ્યું હતું ખોદકામ, પાલિકાની ધીમી કામગીરી સામે લોકોમાં રોષ
Nov 19, 2025 02:18 pm
વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી
પવનનની દિશા બદલાતા તાપમાન ઊંચકાશે , પવનની દિશા ઉત્તરથી હવે પૂર્વ દિશા તરફ ફૂંકાયા, આગામી 4 દિવસ તાપમાનમાં થશે વધારો,ધીમે ધીમે 2 થી 3 ડીગ્રી તાપમાનમાં વધારો થશે, આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયામાં નોંધાયું, નલિયાનું લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું
Nov 19, 2025 02:17 pm
કૃષિમંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત
ટેકાના ભાવે ખરીદીને લઇ મહત્વનો નિર્ણય, મેસેજ મળ્યાના 15 દિવસ સુધી મગફળી વેચવા જઇ શકાશે, 15 દિવસ સુધી મગફળી વેચાણ માટે કેન્દ્ર પર આવી શકાશે, અગાઉ 7 દિવસ સુધીની જ મર્યાદા અપાતી હતી
Nov 19, 2025 02:17 pm
ખેતી સામેના પડકારોને લઇ CMએ ચિંતા વ્યક્ત કરી
આજે જમીનો અસ્વસ્થ થઇ રહી છે, ક્લાઇમેટ ચેન્જના જેવા પડકારો સામે કામ કરવાનું છે, પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવું પડશે, ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી, બીજથી લઇ બજાર સુધી ખેડૂત કલ્યાણ માટે યોજનાઓ, આપદાના સમયે સરકાર ખેડૂતોની સાથે છે, PM સન્માન નીધિથી 9 કરોડ ખેડૂતોને સહાય મળશે
Nov 19, 2025 02:16 pm
સુરતમાં દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં દીવાલ ધરાશાયી
દીવાલ ધરાશાયી થતા ક્રેન ખાડામાં ખાબકી, એમ્બ્રોયડરી મશીન ઉતારતી વખતે બની ઘટના, દીવાલની બાજુમાં બાંધકામ માટે ખોદ્યો હતો ખાડો, ક્રેન ડ્રાઇવર નીચે ઉતરી જતા જાનહાની ટળી
Nov 19, 2025 02:15 pm
ખંભાતની એસ.બી.વકીલ સ્કૂલની દાદાગીરી
વિદ્યાર્થીઓ મોડો આવતા ઠંડીમાં બહાર બેસાડ્યા, એક મિનિટ મોડા પડતા બાળકોને ઠંડીમાં બેસાડી રાખ્યા, 4 કલાક સુધી બાળકને ઠંડીમાં બહાર બેસાડી રાખ્યા, વાલીઓએ રજૂઆત કરતા અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ, આચાર્યએ વાલીઓના ફોન ઝુંટવી લીધાનો આક્ષેપ, ધી કેમ્બે એજ્યુકેશન ચલાવે છે એસ.બી.વકીલ સ્કૂલ
Nov 19, 2025 01:26 pm
દિલ્હી બ્લાસ્ટ ઘટના બાદની અસર ગુજરાતમાં દેખાઈ
દિલ્હીમાં પડેલી તકલીફ પરથી અમદાવાદ પોલીસે શીખ લીધી, ગેરેજ, સર્વિસ સ્ટેશન, વર્ક શોપમાં ડેટા મેન્ટેઇન કરવા આદેશ, વાહન માલિક, મુકવા આવનારની વિગતો લેવાની રહેશે, દિલ્હી બ્લાસ્ટમાં વાહન અંગે શોધમાં પડતી હતી તકલીફ, બ્લાસ્ટમાં વપરાયેલી ગાડી 20થી વધુ જગ્યાએ વેચાયેલી ગાડી વેચવા મુદ્દે કોઇ એન્ટ્રી ન થઇ હોવાનું સામે આવ્યું હતું, દિલ્હી ઘટના બાદ અમદાવાદ પોલીસે જાહેર કર્યો પરિપત્ર
Nov 19, 2025 01:25 pm
અમદાવાદમાં એમ્બ્યુલન્સમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક
અમદાવાદમાં ફરતી ખાનગી એમ્બ્યુલન્સો યમરાજ સમાન, અમદાવાદની એમ્બ્યુલન્સમાં ફાયર સુવિધાઓનો અભાવ, મોટાભાગની એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં જોવા મળી, ડ્રાઈવર પાસે એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી, દર્દીને સુવડાવવાની સીટ નીચે જોવા મળી CNG કીટ , 15 વર્ષથી વધુ જૂની ગાડી હોવા છતાં ફરે છે એમ્બ્યુલન્સ , એમ્બ્યુલન્સમાં છૂટા લટકતા વાયરો પણ જોવા મળ્યા
Nov 19, 2025 12:52 pm
ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ
માટલા સાથે રાખીને NSUIના દેખાવો, 24 કલાક પાણીની માંગ સાથે NSUIનો વિરોધ , પાણીની સમસ્યાને લઇ NSUIનો વિરોધ , 500થી વધુ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણીની સમસ્યા
Nov 19, 2025 12:34 pm
વડોદરાની આંગણવાડીમાં વોટર કુલરમાં કથિત કૌભાંડ
438 આંગણવાડીમાં કુલર મુક્યાનું પેપર પર બતાવ્યું , 2 કરોડથી વધુના ખર્ચે પાંચ કુલ ખરીદવામાં આવ્યા, RTIમાં થયો કથિત કુલરના કૌભાંડનો ખુલાસો
338 કુલરના જ બિલ બતાવવામાં આવ્યા , આંગણવાડીમાં મોટાભાગે વોટર કુલર બંધ હાલતમાં, બજારભાવ કરતા ઊંચા ભાવે ખરીદ્યાનો આરોપ , ડો. દેવેશ પટેલના કાર્યકાળમાં પ્રોજેક્ટ હાથ ધરાયો, આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલ સામે તપાસની માગ
Nov 19, 2025 12:18 pm
અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે અકસ્માત
એક સાથે પાંચ ગાડીઓનો અકસ્માત , અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં , અકસ્માતને કારણે ટ્રાફિકજામ સર્જાયો
Nov 19, 2025 12:17 pm
અમરેલીના ખાંભા ગીરમાં પ્રાથમિક શાળાને તાળાબંધી
આચાર્યની બદલીની માગ અને સ્ટાફ ઘટને લઇ તાળાબંધી, બોરાળા ગામની પ્રા. શાળાને વાલીઓએ તાળાબંધી કરી, બાળકોનું ભણતર બગડતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ, 1થી4ના બાળકોને વહેલી સવારે શાળાની બહાર બેસાડ્યા, છેલ્લા એક વર્ષથી આચાર્યને બદલવાની ગ્રામજનોની માગ, લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી તાળાબંધીની ચિમકી
Nov 19, 2025 12:16 pm
ભુજમાં BSF સ્થાપના દિવસની ઉજવણીને લઇ તૈયારી
BSFની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ, કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે, BSFના જવાનોએ કાર્યક્રમનું રિહર્સલ કર્યુ
પરેડ અને વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા, શસ્ત્ર પ્રદર્શન થકી પોતાની તાકાતનો પરિચય કરાવ્યો, જમ્મુ કાશ્મીરથી ભુજ સુધી બાઈકયાત્રાનું આયોજન, ભુજ ખાતે BSF જવાનોની બાઈક યાત્રાનું સમાપન
Nov 19, 2025 11:48 am
પાટણના શિહોરી હાઇવે પર વાહનો પર પથ્થરમારો
સરસ્વતીના નાયતા નજીક અસામાજિક તત્વોનો આતંક, ત્રણ બસ અને 5 જેટલા ડમ્પર પર પથ્થરમારો કર્યો, ચાલુ બાઇક પરથી બસ અને ડમ્પર પર પથ્થરમારો કર્યો, ત્રણ બસમાં 80 જેટલા મુસાફરો સવાર હતા
Nov 19, 2025 11:37 am
નવસારી અને સુરતમાં વારી ગ્રુપ પર ITના દરોડા
સચિન SEZ માં વારી સોલારમાં IT વિભાગના દરોડા, સોલાર પેનલ બનાવાતી વારી કંપનીમાં દરોડા, IT વિભાગને મહત્વના દસ્તાવેજ મળી આવ્યા
તપાસમાં મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા , અલગ અલગ 25 જગ્યા પર IT દ્વારા તપાસ , વાપી,ચીખલી અને મુંબઇની ઓફિસમાં તપાસ , વારી ગ્રુપે ચીખલી-નવસારીમાં ખરીદી છે મોટા પાયે જમીન , વારી ગ્રુપને જમીન વેંચનારને ત્યા પણ તપાસ
Nov 19, 2025 11:21 am
બનાસકાંઠામાં 10 શિકારી હથિયાર સાથે ઝડપાયા
ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારી ઝડપાયા, હથિયાર સાથે શિકાર કરવા નીકળી હતી 14 ટુકડી, શિકાર કરે તે પહેલાં જ ફોરેસ્ટ ટીમે 10ને ઝડપ્યા, 4 ફરાર, શિકારીઓ પાસેથી લાયસન્સ વગરની 4 બંદૂક મળી, ઝડપાયેલા આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા
Nov 19, 2025 11:20 am
અમદાવાદમાં પેટ્રોલપંપ કર્મચારીની આત્મહત્યા
મણીનગર રેલવે ક્રોસિંગ પર પડતુ મૂકી આત્મહત્યા, પેટ્રોલપંપ માલિક તથા અન્ય એકના ત્રાસથી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં રસ્મિતસીંગ ગુરુદત્ત, હાર્દિક પટેલનો ઉલ્લેખ, કિરીટ પંચાલે બે લોકોના ત્રાસથી આત્મહત્યા કરી, રુપિયા માટે ટોર્ચર કરતા હોવાનો પણ ઉલ્લેખ, આત્મહત્યાને લઇ ખોખરા પોલીસે તપાસ હાથ ધરી
Nov 19, 2025 11:19 am
પોરબંદરમાં હુમલાના આરોપીનું પોલીસે કર્યુ રિકન્સ્ટ્રક્શન
હુમલો કરનાર આરોપી રિયાજ રુંઝાનું રિકન્સ્ટ્રક્શન, જૂની અદાવતમાં યુવક પર લાકડીથી હુમલો કર્યો હતો, પોલીસે હુમલો કરનાર આરોપીને ઝડપી તપાસ હાથ ધરી, બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
Nov 19, 2025 10:44 am
નવસારીના ગણદેવી રોડ પર અકસ્માતમાં એકનું મોત
કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, તીઘરા નજીક કાર મોલીની દિવાલ સાથે અથડાઇ હતી, કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો, ગંભીર અકસ્માતમાં ત્રણ યુવાનો સારવાર હેઠળ
Nov 19, 2025 10:28 am
ગુજરાતના જંગલમાં વાઘના અસ્તિત્વના સમાચાર
વાઘને લઇ પર્યાવરણ મંત્રી પ્રવિણ માળીનું નિવેદન, રતનમહાલના વનમાં વાઘ ટ્રેપ થયો, રતનમહાલ નેચરલ બાયો ડાયવર્સટી બનાવામાં આવી, વન વિભાગનો વાઘાની સંખ્યામાં વધારો કરવા પ્રયાસ, વાઘના ભોજન માટે નેચરલ વ્યવસ્થા કરવામાં આવી, ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે
Nov 19, 2025 10:04 am
અમદાવાદમાં 8 લાખની છેતરપિંડીની ફરિયાદ
કોલેજનું એડમિશન રદ થતા રુપિયા પરત ન આપ્યા, કોલેજની પોલિસી પ્રમાણે ફરિયાદીને રકમ પરત ન કરી, ઇગ્નિયોલ પ્રા.લિના વિશાલ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ
Nov 19, 2025 10:03 am
અમદાવાદમાં હોસ્પિટલના કર્મચારીએ આચરી છેતરપિંડી
ફાર્મસી સ્ટોર પર દવાના પૈસા કર્મચારીઓ સગેવગે કર્યા, મહિલા ફાર્માસિસ્ટે 11 લાખથી વધુની ગેરરિતી આચરી, બોડકદેવ પોલીસ મથકમાં ફાર્માસિસ્ટ સામે ફરિયાદ
Nov 19, 2025 10:02 am
દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે
24 નવેમ્બર સુધી ચૂંટણીમાં ફોર્મ ભરી શકાશે, 1048 મતદારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરાઈ, 24 નવેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે , 25 નવેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે, 26 નવેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે , 27 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે, 28 નવેમ્બરે હરિફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાશે , વિપુલ ચૌધરી જૂથ દૂધસાગર ડેરીની ચૂંટણીને લઇ સક્રિય, ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી
Nov 19, 2025 09:59 am
સુરતના અલથાણમાં તરણકુંડમાં ક્લોરીન બોટલમાં લિકેજ
ક્લોરીન બોટલમાં લિકેજ થતા અફડાતફડી સર્જાઇ, બોટલ લિકેજ થતા લોકોને આંખોમાં થઇ તકલીફ, વેસુ ફાયર ટીમે લિકેજની ખામીને દૂર કરી
Nov 19, 2025 09:57 am
વડોદરામાં ડોર-ટુ-ડોર કચરાની ગાડીને અકસ્માત
રખડતા ઢોરને બચાવવા જતા અકસ્માત સર્જાયો, અકસ્માતમાં બે વાહનચાલકોને નાની-મોટી ઇજા, અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી
Nov 19, 2025 09:57 am
ભાવનગરમાં ત્રિપલ મર્ડર કેસને લઇ રોષ
સુરતમાં રબારી સમાજે કેન્ડલ માર્ચ યોજી, કાપોદ્રા વિસ્તારમાં રબારી સમાજની કેન્ડલ માર્ચ, હાથમાં પોસ્ટર, બેનર સાથે લોકોમાં રોષ, શૈલેષ ખાંભલ્યાને ફાંસી આપવા લોકોની માગ
Nov 19, 2025 09:42 am
કૃષિ સહાય પેકેજના ફોર્મ માટે એક પણ રુપિયો આપવો નહિ
સહાયના ફોર્મ ભરવા પૈસા લેવાતા હોવાની ફરિયાદો હતી, પૈસા લેતા હોવાની ફરિયાદ બાદ સરકારની સ્પષ્ટતા, અરજદારે ઓપરેટરને એકપણ રુપિયો આપવાનો નથી, વિકાસ કમિશનર કચેરીએ પરિપત્ર બહાર પાડ્યો
Nov 19, 2025 09:30 am
રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળ્યા
ફોરેસ્ટ વિભાગે મંદિરના મહંતની ધરપકડ કરી, મહંત મંદિરમાં શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતો, મહંતે નાગનું ઘર કહી સો. મીડિયામાં વીડિયો મૂક્યા હતા, મહંત નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો હતો
Nov 19, 2025 09:19 am
પાટણના સમીમાં તંત્રના પાપે વિદ્યાર્થીઓને હાલાકી
ST બસ ન આવતા વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરવા મજબૂર, વેડ, બાદરગંજ, અમરાપુર ગામના વિદ્યાર્થીઓને હાલાકી, ખાનગી વાહનમાં લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, 30થી 40 કિમીનું અંતર કાપીને વિદ્યાર્થીઓ જાય છે શાળાએ
Nov 19, 2025 09:19 am
સુરતના લાલગેટમાં સ્નેચીંગ કરનાર બે ઝડપાયા
લાલગેટ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા, 4 મોબાઇલ, બાઇક સહિત 87 હજારનો મુદ્દામાલ જપ્ત, પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી
Nov 19, 2025 09:18 am
સુરતમાં નોકરીના બહાને છેતરપિંડી કરનાર બે ઝડપાયા
પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતા, પોલીસે બ્રિજ ઉર્પે બ્રિજેશ પટેલ, ભૂપેન્દ્ર શર્માને ઝડપ્યા, નોકરી અપાવવાના બહાને 27 લાખથી વધુ પડાવ્યા હતા, આરોપીઓએ પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ બનાવી હતી, અઠવાલાઇન્સ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Nov 19, 2025 09:04 am
રાજ્યમાં 1.42 લાખ મૃતકોના નામ મતદાર યાદીમાં
SIRની કામગીરીમાં ચોંકાવનારી વિગતો સામે આવી, સૌરાષ્ટ્રમાં 30794 મૃતક મતદારોના નામ મતદરા યાદીમાં, સૌથી વધુ અમદાવાદના 27324 મૃતકોના યાદીમાં નામ, વડોદરામાં 17628, રાજકોટમાં 9312 મૃતકોના યાદીમાં નામ, સુરતમાં 5303 મૃતકોના નામ મતદાર યાદીમાં સામે આવ્યા, જૂની યાદીમાં અનેક મતદારોના નામ જ ગાયબ
Nov 19, 2025 09:03 am
ઊંઝામાં પેઢી અને ટ્રાન્સપોર્ટને ત્યાં GSTનું સર્ચ
ઉનાવા અને મક્તુપુર નજીક ફેક્ટરીઓમાં સર્ચ, ફેક્ટરીમાં સર્ચની કામગીરી મોડી રાત સુધી ચાલી, GSTના દરોડાને લઇ માર્કેટયાર્ડમાં વેપારીઓમાં ફફડાટ
Nov 19, 2025 08:42 am
વડોદરાની ગોરવા હોટલમાં આગ
મધુનગર નજીક તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગ, આગમાં રેસ્ટોરન્ટ બળીને ખાખ, ફાયર ટીમે આગને કાબૂમાં લીધી
Nov 19, 2025 08:41 am
તાલાલામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ભૂકંપની તીવ્રતા 2.7 ની નોંધાઇ , સવારે 6.12 કલાકે આંચકો અનુભવાયો , કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિ.મી. દૂર નોંધાયુ
Nov 19, 2025 08:41 am
અમરેલીના લીલીયામાં તસ્કરોનો આતંક
સુપ્રસિદ્ધ અંટાળેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, ત્રણ જેટલા મંદિરોમાં તસ્કરોએ ચોરી કરી, તસ્કરો મંદિરોમાંથી દાનપેટી ઉઠાવી પલાયન, પાંચ મંદિરના તાળા તોડી રોકડ લઈ ચોર ફરાર, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે ચોરીને લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો
Nov 19, 2025 08:40 am
રાજકોટમાં પનીર, તેલ અને પાણીના નમૂના ફેલ
મનપાએ લીધેલા પનીર, તેલ, પાણીના નમૂના ફેલ, શ્યામ ડેરીના નમૂના ફેલ, બટરમાં પણ ભેળસેળ મળી, ક્રિસ્ટલ બેવરેજીસના વોટરમાં વધુ પડતા બેક્ટેરિયા મળ્યા, ભેળસેળિયા તત્વો સામે દંડ અને કોર્ટ કાર્યવાહી કરાશે
Nov 19, 2025 08:14 am
ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક
સવારે 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક , મગફળી ખરીદી, કૃષિ રાહત પેકેજને લઇ સમીક્ષા, ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો પર થશે સમીક્ષા, એકતા યાત્રા સહિતના કાર્યક્રમોને લઈ સમીક્ષા, સરકારની આગામી ચિંતન શિબિર સંદર્ભે સમીક્ષા, સરકારના આગામી કાર્યક્રમો, નીતિગત વિષયો પર ચર્ચા
Nov 19, 2025 08:08 am
અમેરિકાએ 200 ભારતીયોને કર્યા ડિપોર્ટ
ગેરકાયદે રહેતા લોકોને ડિપોર્ટ કરાયા , તમામને વિમાન દ્વારા લવાઇ રહ્યા છે ભારત , ડિપોર્ટ થનારમાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇ પણ સામેલ , પંજાબના બે વોન્ટેડ આરોપીઓ પણ ડિપોર્ટ , સવારે 10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોચશે વિમાન , એરપોર્ટથી જ વોન્ટેડ આરોપીઓની થઇ શકે છે ધરપકડ
Nov 19, 2025 08:07 am
સુરતમાં દારૂના અડ્ડા પર જનતા રેડ
કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રેડ, જનતા રેડ થતા અડ્ડો ચલાવતા બુટલેગરો ભાગ્યા , અડ્ડા પરથી દારૂની અલગ અલગ બોટલો મળી , અડ્ડા પર બેસીને લોકો દારૂ પણ પીતા હતા , રેડ બાદ પોલીસ જાગી અને દારૂ કબ્જે કર્યો
Nov 19, 2025 08:06 am
JDU ધારાસભ્યોની આજે મળશે બેઠક
NDA પક્ષની બેઠક પહેલા JDU ધારાસભ્યોની બેઠક , CM નિવાસસ્થાને સવારે 11 વાગ્યે મળશે બેઠક , બેઠકમાં JDU ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરાશે , ભાજપ ધારાસભ્ય પક્ષની પણ આજે મળશે બેઠક, સવારે 10 વાગ્યે રાજ્ય કાર્યાલય ખાતે બોલાવાઇ બેઠક , નીતિશ કુમાર આવતીકાલે CM પદના શપથ લેશે, શપથવિધિ કાર્યક્રમમાં PM મોદી રહેશે હાજર , NDA વિધાનસભા પક્ષની બપોરે 3 વાગ્યે મળશે બેઠક
Nov 19, 2025 08:03 am
રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો
ઉત્તર તરફના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો , 21 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું , નલિયામાં સૌથી ઓછું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું , અમદાવાદમાં 13.5,ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન , વડોદરામાં 12.6,ડીસામાં 13.4 ડિગ્રી તાપમાન , સુરતમાં 19.4,દમણમાં 18.6 ડિગ્રી તાપમાન
ભુજમાં 14.3,કંડલામાં 11.7 ડિગ્રી તાપમાન , અમરેલીમાં 11.4,રાજકોટમાં 12.1 ડિગ્રી તાપમાન , દીવમાં 16.2,મહુવામાં 14.5 ડિગ્રી તાપમાન , કેશોદમાં 13.5,પોરબંદરમાં 12.1 ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ
Nov 19, 2025 08:01 am
PM કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો થશે જાહેર
આજે PM નરેન્દ્ર મોદીના હસ્તે હપ્તો થશે જાહેર, 9 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા કરાશે ટ્રાન્સફર , PM મોદી DBT દ્વારા 18000 કરોડ રૂપિયા કરશે ટ્રાન્સ

Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ

Vadodara : કોટંબી ગામ પાસે ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી, 5ના મોત

Vadodara: વડુની શાળામાં વીજ સલામતી, ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ

Dabhoi: ડભોઇમાં શિનોર ચોકડી ખાતે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ

Vadodara: પાદરા બાર ઍસોસિએશન દ્વારા કોર્ટ સ્થળાંતરિત કરવાનો વિરોધ

IND A vs AFG : દામ્બુલામાં ભારત A અને અફઘાનિસ્તાન A ટીમ વચ્ચે આજે ટકરાશે

Weather Update : ગુજરાતમાં ગરમી વચ્ચે અસહ્ય ઉકળાટ, આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

અમીરી, અપરાધબોધ અને આત્મબોધની સુહાની સફર : કમલ હાસનની `પુષ્પક'

આઝાદીની પોણી સદીમાં આઠ દલિત મુખ્યમંત્રી થયાS

1.3 અબજ લોકો માટે બચાવેલું પાણી AI એકલું જ પી જશે! દુનિયાભરમાં ડેટા સેન્ટર સામે વિરોધ પ્રદર્શન

Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ