રાજકોટ શહેરના મવડી રોડ પર આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા દૂર્ઘટના સર્જાઈ હતી. મવડી રોડ પર આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી. જે કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની મળતી વિગતો અનુસાર, રાજકોટના મવડી રોડ પર આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીક થવાના કારણે આગ લાગી હતી. જે કારણે અફરાતફરી સર્જાઈ હતી. આ આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમા લેવામાં આવી છે. રાહતના સમાચાર એ છે કે, આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.













