અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે જેતપુર ખાતે 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી એકતા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો.













