અમરેલી જિલ્લાના ખાંભા ગીર તાલુકામાં આવેલી બોરાળા પ્રાથમિક શાળાને વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે. ગામ લોકો દ્વારા આચાર્યની બદલી કરવાની માગ અને સ્ટાફ ઘટ હોવાના કારણે શાળામાં તાળાબંધી કરી છે.


લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી તાળાબંધીની ચિમકી

વાલીઓએ બોરાળા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બાળકોનું ભણતર બગડી રહ્યું છે. 1 થી 4 ધોરણના બાળકોને વહેલી સવારે શાળાની બહાર બેસાડ્યા હતા. છેલ્લા એક વર્ષથી આચાર્યને બદલવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આ સાથે વાલીઓએ લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી તાળાબંધીની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

બોરાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ

અમરેલી જિલ્લાના ખાંભા ગીરના બોરાળા ગામની પ્રાથમિક શાળામાં ગામજનો અને વાલીઓએ વેહલી સવારથી તાળાબંધી કરી હતી. બોરાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ અને સ્ટાફ ઘટને લઈ ગામલોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

  • Follow us on: