રાજુલામાં એક વેપારી સાથે 4 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ઓરીજનલ સોનું બતાવી ડુપ્લીકેટેડ સોનું વેચી લોકોને છેતરપિંડી કરતી ગેંગના કુલ ત્રણ આરોપીઓની રાજુલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી અલગ-અલગ દિશામાં CCTV ફૂટેજના આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
અસલીના નામે નકલી સોનું પધરાવતા હતા આરોપી
પોલીસે આરોપીઓ પાસેથી ઓટોરિક્ષા અને મોબાઇલ સહિત કુલ 4.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓએ અગાઉ પણ રાજ્યના વિવિધ શહેરોમાં આવા ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી છે. રાજુલા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આ છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.













