રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે મદદ કરવા માટે રૂપિયા 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને આ સહાય મેળવવા માટે ખેડૂતો બે દિવસથી ઓનલાઈન અરજી કરવા માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભામાં 7-12, 8અનું સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પરેશાન બન્યા હતા અને ખાંભા મામલતદાર કચેરી ખાતે 7-12, 8અના કાગળો કઢાવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી.
જમીનના કાગળો કઢાવવામાં પરેશાની
ખેડૂતોને વહેલી સવારથી ખેતી અને કામ ધંધો છોડી સહાયની અરજીમાં આધાર પુરાવા તરીકે 7-12, 8અ જરૂરિયાત હોવાથી ખેડૂતો 7-12, 8અના કાગળો કઢાવવા માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે, ત્યારે સર્વર ડાઉન હોવાથી 7-12, 8અ નીકળી ન શકતા ખેડૂતો પરેશાન બન્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનની સહાય મળી રહે તે માટે થઈને 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું.













