ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં નશાના નેટવર્કને તોડી પાડવાની ઝુંબેશ વચ્ચે સુરતમાં સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (SOG) પોલીસે મોટી સફળતા મેળવી છે. SOGની ટીમે શહેરના અલથાણ વિસ્તારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી મોહંમદ અંસારીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી કુલ રૂપિયા 70.50 લાખની બજાર કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.


સુરતમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

ડ્રગ્સનો આટલો મોટો જથ્થો મળી આવતા સુરતમાં નશાના કાળા કારોબારના મૂળ કેટલા ઊંડા છે તે સ્પષ્ટ થાય છે. SOG પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી મોહંમદ અંસારી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ હવે એ દિશામાં આગળ વધશે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કયા લોકોને સપ્લાય થવાનો હતો, જેથી આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈનને તોડી પાડી શકાય.


  • Follow us on: