સુરતમાં વરાછા વિસ્તારમાં દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક ગંભીર દુર્ઘટના ટળી ગઈ છે. વરાછા અંકુર સોસાયટી પાસે દીવાલ ધરાશાયી થઈ જતા ક્રેન ખાડામાં ખાબકી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.


ઘટના કેવી રીતે બની?

ઘટના સમયે ક્રેનનો ઉપયોગ એમ્બ્રોયડરી મશીન ઉતારવા માટે થઇ રહ્યો હતો. તે સમયે જ દીવાલની બાજુમાં બાંધકામ માટે ખોદેલો ખાડો હોવાથી ક્રેન ખાડામાં ખાબકી હતી

તુરત જ ક્રેન ડ્રાઈવર નીચે ઉતરી ગયો

જો કે તુરત જ ક્રેન ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. રોડની બાજુમાં બાંધકામ માટે મોટો ખાડો ખોદાયો હતો અને તે વખતે જ ક્રેન ખાડામાં ખાબકી હતી


  • Follow us on: