સુરતમાં ક્રાઈમની ઘટના સતત વધી રહી છે. આ વચ્ચે પોલીસ દ્વારા પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવામાં સુરતના લાલગેટમાં સ્નેચિંગ કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ આરોપીઓ બાઈક ચોરી, મોબાઈલ સ્નેચિંગ જેવી ગુનામાં સંડોવાયેલા છે.


બે આરોપીઓ ઝડપાયા

સુરતના લાલગેટ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાની વિગતો પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળ પાસેના સીસીટીવી ચેક કર્યા હતા. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને બાઈક સહિત 87000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા થયેલી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.

પોલીસની ઝડપી કામગીરીની પ્રસંશા

આ આરોપીઓએ ભરબજારમાં મોબાઇલ સ્નેચિંગ કર્યું હતું. આ બનાવ બાદ પોલીસ પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા રહ્યા હતા. જોકે, પોલીસની ઝડપી કામગીરીના કારણે લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે.

  • Follow us on: