સુરત અને નવસારી શહેરમાં આવકવેરા વિભાગ સક્રિય થયું છે. IT વિભાગે આજે બંને શહેરમાં પ્રતિષ્ઠિત ગ્રુપ પર દરોડાની કામગીરી હાથ ધરી. અલગ અલગ 25 જગ્યા પર IT દ્વારા દરોડા પાડી તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં સચિન SEZમાં વારી સોલારમાં IT વિભાગના દરોડા પાડયા. વારી ગ્રુપના વાપી,ચીખલી અને મુંબઇની ઓફિસમાં IT વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ થયો છે. IT વિભાના દરોડાથી ઉદ્યોગ જગતમાં ફફડાટનો માહોલ.
આવકવેરા વિભાગનો સપાટો, પાડ્યા દરોડા
આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ દ્વારા સુરત શહેરના મોટા ગ્રુપના ત્યાં આજે દરોડા પાડવામાં આવ્યા. IT વિભાગ અચાનક સક્રિય થતા સોલાર પેનલ બનાવાતી વારી કંપનીમાં આજે દરોડા પાડ્યા. આ ગ્રુપ પર પાડવામાં આવેલ દરોડા કર્મચારીઓની પૂછપરછ કરાઈ હતી. દરોડાની કામગીરીમાં IT વિભાગને મહત્વના દસ્તાવેજ મળી આવ્યા. આ દસ્તાવેજની તપાસમાં મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા છે. જણાવી દઈએ કે વારી ગ્રુપ સોલાર પેનલ બનાવાતી કંપની છે.













