સુરત ક્રાઇમ બ્રાન્ચે મહીધરપુરા અને ખટોદરા વિસ્તારમાં હિંચકાની પિત્તળની સાંકળો અને મોપેડ ગાડીઓની ચોરી કરનાર આરોપી અનિલ રમેશભાઈ વઢેરાને ખરવરનગર બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો છે. આરોપી અનિલ છેલ્લા છ મહિનાથી સુરતમાં ફૂટપાથ પર રહીને કડિયાકામ કરતો હતો અને રાત્રિ દરમિયાન એકલો જ ચોરી કરવા નીકળતો હતો.
રાત્રી દરમિયાન એકલો જ ચોરી કરવા નિકળતો હતો
પોલીસે આરોપી પાસેથી રૂ.29,000ની કિંમતની હિંચકાની પિત્તળની સાંકળો જપ્ત કરી છે. ચોરી કરેલી પિત્તળની સાંકળો અને મોપેડ ગાડીઓ તે પોતાના વતનમાં જઈને વેચતો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.













