સુરતમાં બાળક અને તેના પરિવાર પર થયેલા હુમલાના ગંભીર કેસમાં ACP એન.પી. ગોહિલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શરદ પાટીલનો 10 વર્ષનો પુત્ર 15 તારીખે ડિંડોલી સરકારી શાળાએથી ઘરે આવી રહ્યો હતો, ત્યારે મોતી એસ્ટેટ વિસ્તારમાં એક કિશોરે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.


સુરતમાં ચોંકાવનારો ખુલાસો

ACP ના નિવેદન મુજબ, બાળકની માતાએ હુમલાખોર કિશોરના પરિવારને ફરિયાદ કરી હતી, જેના પગલે બીજા દિવસે હુમલાખોરે બાળકની માતાને ધમકી આપી હતી. આટલેથી ન અટકતાં, ત્રીજા દિવસે તે જ કિશોરે અન્ય બાળક પર પણ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને મુખ્ય હુમલાખોર કિશોર ઉપરાંત તેના મામા સિદ્ધાર્થ ભામરે સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પાછળના મૂળ કારણની પોલીસ તપાસ કરી રહી છે.


  • Follow us on: