સુરતના કામરેજ વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસની તપાસમાં મોટા ખુલાસા થયા છે. આ કેસમાં RFO ના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરપુરીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. પારિવારિક વિવાદના કારણે પતિ નિકુંજ ગોસ્વામીએ જ મિત્રને સોપારી આપી હોવાનું પ્રાથમિક તારણ છે. આ પુરાવાઓ પોલીસને કેસના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.


'કાવતરાના પુરાવા' કબજે

પોલીસ તપાસ દરમિયાન હત્યાના પ્રયાસના મહત્ત્વના પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે, જેમાં ફાયરિંગમાં વપરાયેલું બાઇક મહારાષ્ટ્રથી જપ્ત કરાયું છે. વધુમાં, આરોપીઓએ RFO સોનલ સોલંકીની કારમાં લગાવેલું GPS ટ્રેકર પણ મળી આવ્યું છે, જે દર્શાવે છે કે આ હુમલો પૂર્વઆયોજિત કાવતરું હતું. કાવતરામાં સંડોવાયેલા અન્ય પુરાવા તરીકે પોલીસે આરોપીઓના બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે.


  • Follow us on: