નવસારીના ચીખલીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. સોલાર પેનલ બનાવતી વારી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. મુંબઈની આવકવેરા વિભાગની 30 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. નવસારી બાદ સુરતમાં પણ વારી સોલારમાં દરોડા પાડ્યા હતાં. આઈટીના દરોડાથી અન્ય એકમોમાં ફફડાટ ફેલાયો હતો. ગુજરાતમાં વારી સોલાર પેનલની અનેક ઓફિસોમાં દરોડા પડ્યા છે.


આઈટી વિભાગને મહત્વના દસ્તાવેજ મળી આવ્યા

નવસારી બાદ સુરતમાં પણ આવકવેરા વિભાગોની ટીમ દ્વારા વારી સોલારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મુંબઈ આવકવેરા વિભાગની એક સાથે 30 ટીમો ઉતરી જતાં અન્ય એકમોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. સુરતમાં સચિન SEZમાં વારી સોલાર પેનલ બનાવતી કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં આઈટી વિભાગને મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં મહત્વના ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.


  • Follow us on: