સુરત મહાનગરપાલિકાને વોટર હાર્વેસ્ટિંગના ઉત્કૃષ્ટ કામ બદલ વધુ એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા "જળસંચય જન ભાગીદારી 1.0" એવોર્ડ વિતરણ સમારોહમાં આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.


મનપા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેને સ્વીકાર્યો એવોર્ડ

વોટર હાર્વેસ્ટિંગ બાબતે કરેલા નોંધપાત્ર કામગીરીને લઈને સુરત મનપાને મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં દેશમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત થયો છે. સમગ્ર ગુજરાતમાંથી માત્ર સુરત મહાનગરપાલિકાની જ આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. સુરત મનપાના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને પાણી સમિતિના ચેરમેને આ ગૌરવશાળી એવોર્ડ સ્વીકાર્યો હતો.


  • Follow us on: