સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાની નવજાત બાળકીને NICU વિભાગમાં ત્યજી દીધી છે. માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ સારવાર માટે તેને NICU વોર્ડમાં રાખવામાં આવી હતી.


પોલીસે એડ્રેસના આધારે માતાની હાથ ધરી શોધખોળ

બાળકીના જન્મના 36 કલાકનો સમય વીતી જવા છતાં માતા કે પરિવારમાંથી કોઈ તેની ખબર પૂછવા ન આવતા હોસ્પિટલ તંત્રને શંકા ગઈ હતી. હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલમાં ખટોદરા પોલીસે બાળકીના કેસ પેપરમાં નોંધાયેલા એડ્રેસના આધારે ત્યજી દેનાર માતાની શોધખોળ શરૂ કરી છે.


  • Follow us on: