સુરતમાં લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ બે મહિનાથી ફરાર આરોપીને પાલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી રીષી રાજેશભાઇ જયસ્વાલને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રીષી અને ભોગ બનનાર યુવતી વર્ષ 2021માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.


લગ્નની લાલચે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો

ત્યારબાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી શહેરની અલગ-અલગ હોટલોમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી ત્યારે ભોગ બનનાર યુવતીએ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: