ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી પડવા સહિત કુદરતી આફતોના કારણે ત્રણ વર્ષમાં 605 લોકોના મોત થયા છે. જયારે 12370 પશુઓના મોત નોંધાયા છે.વરસાદી આફતને કારણે કાચા અને પાકા મકાનોને સંપૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થયું છે.51,449 મકાનોને નુકસાન થવા પામ્યું છે.આ આંકડા વર્ષ 2023-24થી 2025-26ની સ્થિતિના છે.

ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું

ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.ત્રણ વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં 1.33 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે.વર્ષ 2023-24માં સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ રાજ્ય અને કેન્દ્રના હિસ્સા સહિત 1556 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.એ પછી 2024-25માં 1635 કરોડ અને વર્ષ 2025-26માં 1716 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

20741 મકાનોને નુકસાન થયું હતું

વર્ષ 2023-24 અને 2024-25માં ભારે કુદરતી આફત છતાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ કોઈ વધારાની ફાળવણી કરાઈ ન હતી.કેન્દ્ર સરકારે સંસદમાં આ સંદર્ભે જવાબ રજૂ કર્યો છે.ગુજરાતમાં વર્ષ 2025-26ના સમયમાં કુલ 139 મોત અને 14 હજાર જેટલા મકાનોને સંપૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થયું હતું જ્યારે 2024-25માં 230 લોકોનાં મોત, 7222 પશુઓનાં મોત અને 20741 મકાનોને નુકસાન થયું હતું.

આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી