ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને જાહેર હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ (સેવા) સચિન પટવર્ધન સહીતની સત્તાવાર અધિસૂચના (ક્રમાંક: RD/MSM/e-file/15/2026/6204/D) અન્વયે રાજ્યમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળ ફરજ બજાવતા વર્ગ-2 ના જમીન દફતર નિરીક્ષકોની બદલી અને વધારાના ચાર્જ સોંપવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
આ સરકારી આદેશ અનુસાર કુલ 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 11 જેટલા જમીન દફતર નિરીક્ષકોને અન્ય જિલ્લા કે તાલુકાઓનો વધારાનો હવાલો (ચાર્જ) સોંપવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવા જણાવાયું છે.
11 અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ
- હિરલ એ. ચૌધરી (હિંમતનગર) - જમીન દફતર નિરીક્ષક, ઈડરનો વધારાનો હવાલો.
- હિરલ એ. ચૌધરી (હિંમતનગર) - જમીન દફતર નિરીક્ષક, વડાલીનો વધારાનો હવાલો.
- ડી.એમ. વણકર (મોડાસા) - જમીન દફતર નિરીક્ષક, શામળાજીનો વધારાનો હવાલો.
- જયદીપસિંહ આર. ચૌહાણ (સંખેડા) - જમીન દફતર નિરીક્ષક, છોટાઉદેપુરનો વધારાનો હવાલો.
- નીરવ પંડ્યા (બોડેલી) - જમીન દફતર નિરીક્ષક, કદવાલનો વધારાનો હવાલો.
- વિવેક જે. રાઠોડ (રાજુલા) - જમીન દફતર નિરીક્ષક, સાવરકુંડલાનો વધારાનો હવાલો.
- મહંમદ ઈરફાન એચ. દલાલ (લાઠી) - જમીન દફતર નિરીક્ષક, લીલીયાનો વધારાનો હવાલો.
- દશરથસિંહ જાદવ (હળવદ) - જમીન દફતર નિરીક્ષક, વાંકાનેરનો વધારાનો હવાલો.
- રાજુભાઈ કુરેશી (રાજકોટ-દક્ષિણ) - નાયબ નિયામક જમીન દફતરની કચેરી, રાજકોટનો વધારાનો હવાલો.
- દિવ્યાંશ ક્ષત્રિય (સાબરમતી) - નાયબ નિયામક જમીન દફતરની કચેરી, અમદાવાદનો વધારાનો હવાલો.
- કુ. કૃતિકા ઝાલા (વડોદરા-ગ્રામ્ય) - નાયબ નિયામક જમીન દફતરની કચેરી, વડોદરાનો વધારાનો હવાલો.
અધિકારીઓની બદલીની વિગત
- શક્તિસિંહ પરમાર (ગોંડલ શહેરથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, બાવળા ખાતે નિમણૂંક.
- કમલેશ કે. પટેલ (નાયબ નિયામક જમીન દફતર કચેરી, રાજકોટથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, ગોંડલ (શહેર) ખાતે નિમણૂંક અને ગોંડલ (ગ્રામ્ય) નો વધારાનો હવાલો.
- નિલેશ ડી. સુથાર (સમીથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે નિમણૂંક.
- કિરીટસિંહ સિસોદિયા (સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગરથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, સમી ખાતે નિમણૂંક તેમજ હારીજ અને શંખેશ્વરનો વધારાનો હવાલો.

આ આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે મહેસૂલ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેની નકલ મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી અને અન્ય સંબંધિત વિભાગોને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.
આ પણ વાંચો - Gift Cityને કેન્દ્ર સરકારની મોટી રાહત, વિદેશી જહાજો ભાડે રાખવાના નિયમો થયા સરળ, DGMA લાયસન્સમાંથી મુક્તિ