રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે મોટા પાયે બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના આ નિર્ણય હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ઉચ્ચ અને મધ્યમ કક્ષાના કુલ 94 મહેસૂલી અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
8 ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ
મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, રાજ્યના 8 ડેપ્યુટી કલેક્ટર (DC) કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ તમામ અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.
