ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત આરોગ્ય કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા અને જનઆરોગ્યની સેવાઓ વધુ સુદૃઢ બનાવવાના હેતુથી મોટો વહીવટી નિર્ણય લેવાયો છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય વિષયક સંસ્થાઓમાં વર્ગ-3 ના કર્મચારી તરીકે ફરજ બજાવતા 108 સ્ટાફ નર્સની એકસાથે બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.

બદલીના આદેશનું લિસ્ટ
https://epapercdn.sandesh.com/images/2026/09/05/YJwYALxvlwOsgVwFc6nwMakQ8cLy1SjHapDW41Ff.pdf

આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલીઓ

આરોગ્ય કમિશનર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, બદલી પામેલા સ્ટાફ નર્સને નિયત સમયમર્યાદામાં નવી નિમણૂકના સ્થળે હાજર થવાનું રહેશે. આ બદલીઓથી સરકારી હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફની તંગી દૂર થશે અને દર્દીઓની સારસંભાળમાં વધુ ઝડપ આવશે.આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર વહીવટી જરૂરિયાત, કર્મચારીઓની વિનંતી તેમજ જાહેર હિતને ધ્યાનમાં રાખીને આવી ફેરબદલીઓ કરવામાં આવતી હોય છે.

ગાંધીનગર કમિશનર કચેરી દ્વારા ઓર્ડર જારી

108 જેટલા વર્ગ-3 સ્ટાફ નર્સની એકસાથે બદલી થવાથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓની સરકારી હોસ્પિટલોના નર્સિંગ સેટઅપમાં ફેરફાર થશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની હોસ્પિટલોમાં સ્ટાફની સમતુલા જાળવવા માટે આ નિર્ણય મહત્વનો પુરવાર થશે. બદલી પામેલા કર્મચારીઓને વર્તમાન ફરજ પરથી મુક્ત કરી નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Dahod: અકસ્માતના કેસમાં જામીન માટે 1 લાખની લાંચ લેતા કોઠંબાના PSI ચાવડાને ACBએ ઝડપી લીધા