વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ અને ઔદ્યોગિક ભાગીદારીને નવી ગતિ આપવા માટે સાઉથ કોરિયાના પ્રવાસે પહોંચેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય ડેલિગેશન દ્વારા આજે સિઓલ ખાતે વિવિધ ગ્લોબલ કંપનીઓના વડાઓ સાથે કુલ 10 જેટલી મહત્વપૂર્ણ વન-ટુ-વન અને રાઉન્ડટેબલ બેઠકો યોજાશે.તેમજ દિવસના અંતે કોરિયન ઉદ્યોગજગત સાથે એક વિશેષ બિઝનેસ સેમિનાર અને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
એડવાન્સ્ડ ટેક્નોલોજી સેન્ટર એસોસિએશન સાથે બેઠક
દિવસની શરૂઆતમાં પ્રતિનિધિમંડળ ATCAના સીઈઓ અને ચેરમેન જેજિયોંગ લી તથા મુખ્ય સંશોધકો સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજીને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરશે.કેમિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની કોલોન ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને સીઈઓ હહ સુંગ સાથે વન-ટુ-વન બેઠક યોજાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને BESS સોલ્યુશન્સ ક્ષેત્રે કાર્યરત DeltaXના સીઈઓ સ્ટીફન કિમ સાથે બેઠકનું આયોજન છે.નાયબ મુખ્યમંત્રી એલએસ ઇલેક્ટ્રિકના વડામથકની મુલાકાત લઈ કંપનીના ચેરમેન જા-ગ્યુન કૂ સાથે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે રોકાણ અંગે ચર્ચા કરશે.
નિયમો અને રોકાણ સરળતા અંગે રાઉન્ડ ટેબલ બેઠક
આ ઉપરાંત અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે જાણીતી કંપની સિઓલ વાયોસિસના ઉચ્ચ નેતૃત્વ સાથે પ્રતિનિધિમંડળ બેઠક કરશે.કોરિયાની અગ્રણી કાનૂની સંસ્થાઓ સાથે નિયમો અને રોકાણ સરળતા અંગે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે.જેટી કોર્પોરેશન સાથે ઔદ્યોગિક સહયોગ અંગે બેઠક યોજાશે.નાયબ મુખ્યમંત્રીએ કોરિયાની લીડિંગ ટેકસટાઇલ કંપની યંગવન કોર્પોરેશનના મુખ્ય મથકની મુલાકાત લઈ કંપનીના ચેરમેન સુંગ કી-હાક સાથે વન-ટુ-વન બેઠક યોજી ટેક્સટાઇલ ઉત્પાદન ક્ષેત્રે વિસ્તરણ અંગે વિચારવિમર્શ કરશે.બાયોટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ UMTR, Plantner અને Bereumના સીઈઓઓ સાથે રાઉન્ડટેબલ ચર્ચા હાથ ધરાશે.
કોરિયન ઉદ્યોગસાહસિકો સાથે વ્યાપક સંવાદ
તેઓ ફૂડ અને કન્ફેક્શનરી ક્ષેત્રની વૈશ્વિક કંપની લોટ્ટે વેલફૂડના ગ્લોબલ બિઝનેસ હેડ ચો ક્યુંગ વૂન સાથે વિસ્તરણ અંગે બેઠક યોજાશે.બ્યુટી અને હેલ્થકેર પ્રોડક્ટ્સના વૈશ્વિક અગ્રણી ઉત્પાદક કોસ્મેક્સના મુખ્ય મથકની મુલાકાત લઈને વાઇસ ચેરમેન સાથે બેઠક યોજાશે.સાઉથ કોરિયાના ઉભરતા સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાતમાં ઇનોવેશન અને ઇકોસિસ્ટમ વિકસાવવા અંગે વિશેષ રાઉન્ડટેબલ યોજાશે.દિવસના સમાપને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ઇન કોરિયા (ICCK) દ્વારા આયોજિત સેમિનાર અને ડિનરમાં કોરિયન ઉદ્યોગસાહસિકો સાથે વ્યાપક સંવાદ સાધવામાં આવશે.
આ પણ વાંચોઃ Mahuva: માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો, 66 નંબરના સીધા ₹2,260 બોલાયા!