ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં લોકો સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં છાશ વારે પનીર, દૂધ, તેલ અને ઘી સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે.આવી બનાવટોનું વેચાણ કરીને લોકોના આરોગ્યને જોખમમાં મુકતા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ભેળસેળિયા તત્વો સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહી પણ કરી છે. 


ગુજરાતમાં ભેળસેળિયા સામે કડક ઝુંબેશ

ગુજરાતમાં ભેળસેળિયા સામે કડક ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગે વર્ષ 2025-26ના આંકડા જાહેર કર્યા છે. જેમાં દૂધના 1282 નમૂના પૈકી 66 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે. જેમાં સરકાર દ્વારા 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘીના 696 પૈકી 205 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે. જેમાં બે કરોડનો દંડ ફટકારાયો છે. વાત કરીએ પનીરની તો 1400 પૈકી 195 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય તેલના 1036 નમૂના પૈકી 85 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને 90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ભેળસેળિયા સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહી

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ભેળસેળિયા તત્વો સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે નિયમના કડક પાલન માટે સૂચનાઓ પણ આપી છે. અત્યાર સુધીમાં ગંભીર બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અનેક શંકાસ્પદ ડેરીઓ અને ઉત્પાદન એકમોને સીલ કરી દેવાયા છે.તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલ્સને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કોર્ટ કેસ સહિતની કડક ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારી છે. સરકારની આ કડક ઝુંબેશથી ભેળસેળિયા આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!



  • Follow us on: