રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હેડ ટીચર (મુખ્ય શિક્ષક) બનવા માટે જરૂરી એવી HTAT ની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા HTAT પરીક્ષાના ઓનલાઈન આવેદનપત્ર (ફોર્મ) ભરવાની અંતિમ તારીખ લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
HTAT પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મોટા સમાચાર
અગાઉ નિયત કરાયેલી સમયમર્યાદા પૂર્ણ થવાના આરે હતી ત્યારે અનેક ઉમેદવારો ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઈન પ્રક્રિયાના કારણે ફોર્મ ભરી શક્યા નહોતા. ઉમેદવારોની સુવિધા અને વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.રાજ્ય પરીક્ષા બોર્ડના નવા જાહેરનામા મુજબ, હવે ઉમેદવારો 31 ઓગસ્ટ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના ફોર્મ ભરી શકશે.
