ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટે દેશની ન્યાયપ્રણાલીમાં એક નવો શિરપાવ ઉમેરતો રેકોર્ડબ્રેક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ગંભીર પોક્સો (POCSO) કેસમાં અદાલતે ચાર્જશીટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ સઘન સુનાવણી પૂરી કરીને આરોપી ગુલશન મોજાહિદ પઠાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કલોલ કોર્ટનો ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ચુકાદો
પોલીસ દ્વારા કલોલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ અદાલતે કેસની ગંભીરતાને ધ્યાને રાખી દૈનિક ધોરણે હાથ ધરેલી કાર્યવાહીમાં માત્ર 48 કલાકના સમયગાળામાં અને કોર્ટના કામકાજના આશરે ૧૬ કલાકમાં જ સમગ્ર કેસનો નિકાલ કરીને આખરી ચુકાદો જાહેર કરી દીધો હતો.
પોક્સો કેસમાં આરોપી ગુલશન પઠાણને 20 વર્ષની સખત કેદ
અદાલતે આરોપી ગુલશન પઠાણને 20 વર્ષની કડક કેદ ઉપરાંત બે લાખનો ભારે દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ ૩ માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, કોર્ટે માનવતા દાખવી ભોગ બનનાર માસૂમ બાળકને રૂ. ૨ લાખનું આર્થિક વળતર આપવાનો સત્તાવાર હુકમ કર્યો છે.
ચાર્જશીટ બાદ માત્ર 48 કલાક અને કોર્ટના 16 કલાકમાં કેસનો નિકાલ
આ સમગ્ર સુનાવણી દરમિયાન કલોલ કોર્ટના સરકારી વકીલ જિજ્ઞેશ એ. જોશી દ્વારા રજૂ કરવામાં આવેલી તબીબી સાક્ષીઓ, મજબૂત પુરાવાઓ અને કાયદાકીય દલીલોને અદાલતે ગ્રાહ્ય રાખી હતી. આ ઝડપી અને સચોટ ન્યાયિક કાર્યવાહીથી ગુનેગારોમાં ભય અને પીડિત પરિવારમાં ન્યાયનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે.
આ પણ વાંચો: Rajkot: પોપટપરા નાળું અને રેલનગર અંડરબ્રિજ બંધ, લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર