ગાંધીનગરમાં ટેન્ડર અપાવવાના બહાને રોકાણ કરાવી એક યુવક સાથે રૂ.20 કરોડની જંગી છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે આરોપી નીરવ દવે નામના વ્યક્તિ વિરુદ્ધ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી નીરવ દવેએ ભોગ બનનાર યુવકને વિશ્વાસમાં લીધો હતો અને જણાવ્યું હતું કે તેની કંપની ઓમ એન્ટરપ્રાઇઝને સરકારી ટેન્ડરો મળ્યા છે.
યુવક સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
તેણે રોકાણકારને ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત ટુરીઝમ અને સુરત મહાનગરપાલિકામાં મોટા ટેન્ડરો લાગ્યા હોવાનું કહીને તેમાં રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. આરોપીએ રોકાણકારને વિશ્વાસ અપાવવા માટે તેની કંપનીના નામ પર પાસ થયેલા ટેન્ડરોના ખોટા લેટરપેડ અને દસ્તાવેજો પણ બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેણે યુવક પાસેથી તબક્કાવાર રૂ.20 કરોડ જેટલી મોટી રકમ પડાવી લીધી હતી.













