ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી બાંધકામ સાઇટ પર સર્જાયેલી મોટી દુર્ઘટનાના પગલે રાત્રે 10 વાગ્યાથી ઇજાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ લાવવાની શરૂઆત થઈ હતી.જ્યાં કુલ 12 દર્દીઓ એડમિટ કરાયા છે.સદનસીબે એક પણ દર્દીને ગંભીર ઇજાઓ થઈ નથી જે પૈકી 4 દર્દીઓ આઈસીયુ માં અને 8 દર્દીઓ સામાન્ય ઇજાઓ સાથે જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે.જેમાંથી 3 દર્દીઓને રાત્રે જ ડિસ્ચાર્જ આપી દેવાયા છે અને બાકીના સામાન્ય ઇજા પામેલા દર્દીઓને પણ આજ સાંજ સુધીમાં રજા આપી દેવામાં આવશે. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સંપૂર્ણ સ્ટેબલ છે.

ભાજપ સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન

ગાંધીનગરના કુડાસણ ખાતે બનેલી દુર્ઘટના મામલે ભાજપના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાએ ઘટના સ્થળની મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું કે, આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડરનો કોઈ વાંક હોય તેમ લાગતું નથી.કારણ કે આ દુર્ઘટના કોઈ આધુનિક મશીનરીની ખામીને કારણે નહીં પરંતુ સાઈટ પરની વ્યવસ્થાની ખામી હોવાના કારણે સર્જાઈ છે.જોકે તેમણે આ દુર્ઘટના અંગે સ્પષ્ટ કર્યું છે કે બિલ્ડર દ્વારા પીડિત પરિવારજનોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે.

જુઓ મંત્રી કાંતિ અમૃતિયા શું બોલ્યા?
https://x.com/sandeshnews/status/2097931350447944050/video/1

ઘટના સ્થળે એન્જિનિયરોની વિશેષ ટીમો પહોંચી 

ગાંધીનગરના કુડાસણ ખાતે સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ સ્થળ પર એન્જિનિયરોની વિશેષ ટીમો પહોંચી ગઈ છે, જેણે દુર્ઘટના સર્જાઈ તે સમગ્ર વિસ્તારની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી છે. આ ટેકનિકલ ટીમો દ્વારા બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને માળખાકીય સ્થિતિનું નિરીક્ષણ કરીને આ આખી દુર્ઘટના ચોક્કસ કયા કારણોસર અને કઈ ક્ષતિના લીધે ઘટી છે તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું