ગુજરાતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વેના પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપવા માટે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ સચિવો સાથે રાજ્યના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. અગાઉ નવેમ્બર-2025માં યોજાયેલી બેઠક બાદ થયેલી પ્રગતિ અંગે કેન્દ્રીય મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, બહુપ્રતીક્ષિત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પ્રોજેક્ટને હવે ભાવનગર સુધી લંબાવવામાં આવશે અને તેની કામગીરી આગામી ત્રણ મહિનામાં જ શરૂ કરી દેવાશે.

વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયુ

બેઠક દરમિયાન મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌરે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48 સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના માર્ગ વિસ્તરણના કામોમાં વધુ ઝડપ લાવવા કેન્દ્રીય મંત્રીને ખાસ અનુરોધ કર્યો હતો.

Nitin Gadkari & CM Bhupendra Patel Review Gujarat National Highway Projects

'ગુજરાત મોડલ'ના મુક્તકંઠે પ્રશંસા 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જમીન સંપાદનની પ્રક્રિયા સરળ બનાવવા માટેના 'ગુજરાત મોડલ'ના મુક્તકંઠે પ્રશંસા કરી હતી. માર્ગોના ડીપીઆર તૈયાર થવાના તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનની બિનખેતી મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત સરકારના નિર્ણયને તેમણે દેશભર માટે ઉદાહરણરૂપ ગણાવ્યો હતો. 

Nitin Gadkari & CM Bhupendra Patel Review Gujarat National Highway Projects

વધુ ભંડોળ મેળવવા માટે રાજ્ય સરકારને વહેલી તકે દરખાસ્ત મોકલે

આ સાથે જ તેમણે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી વધુ ભંડોળ મેળવવા માટે રાજ્ય સરકારને વહેલી તકે દરખાસ્ત મોકલવા જણાવ્યું હતું. પર્વારવણની જાળવણી સાથે વિકાસના અભિગમને આગળ ધપાવતા, તેમણે હાઈવે વિસ્તરણમાં નડતરરૂપ બનતા વૃક્ષોને કાપવાને બદલે, તેને તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પણ વિશેષ સૂચના આપી હતી.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં