વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને લઈને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન બપોરે 12:00 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે

વડોદરા એરપોર્ટથી તેઓ સીધા એમ.એસ. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મધ્ય ગુજરાત માટે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન બપોરે ૩:૦૦ વાગ્યે હેલિકોપ્ટર (ચોપર) મારફતે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે પહોંચશે. નવસારીમાં તેઓ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’નું વિધિવત ઉદ્ઘાટન કરશે.

વડોદરા અને નવસારીમાં યોજાશે 2 ભવ્ય કાર્યક્રમો

ત્યારબાદ, સાંજે 4:15 વાગ્યે નવસારી હેલીપેડથી રવાના થઈ સુરત પહોંચશે અને સાંજે 4:38 વાગ્યે સુરત એરપોર્ટથી મુંબઈ જવા માટે રવાના થશે. વડાપ્રધાનના આ ટૂંકા પ્રવાસને પગલે વડોદરા, નવસારી અને સુરત ત્રણેય શહેરોમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar: ગૌણ સેવા મંડળે 76,710 ઉમેદવારોના ફોર્મ કર્યા રદ્દ, સપ્ટેમ્બરમાં યોજાશે CCE પ્રિલીમ્સ