ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યોજાનારી પરંતુ અગાઉ મોકૂફ રાખવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે મહત્વના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આયોગ દ્વારા આ મોકૂફ પરીક્ષાઓ આગામી ૧ ઓગસ્ટના રોજ યોજવા માટેનું ટાઇમટેબલ અને પ્રારંભિક આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.

મોકૂફ રહેલી GPSC પરીક્ષાઓ 1 ઓગસ્ટે લેવાય તેવી સંભાવના

આ આયોજન હેઠળ કુલ 34 જેટલી જુદી જુદી ભરતી જાહેરાતો માટે સામાન્ય અભ્યાસના પેપરની પરીક્ષા એકસાથે લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે.

UPSC ની પરીક્ષા હોવાથી કેન્દ્રો અંગે મંથન

જોકે, આ આયોજન સામે સૌથી મોટો સવાલ પરીક્ષા કેન્દ્રોની પ્રાપ્યતાનો છે. બીજા જ દિવસે એટલે કે 2 ઓગસ્ટે સંઘ લોક સેવા આયોગ (UPSC) ની પૂર્વ-નિર્ધારિત પરીક્ષા હોવાથી રાજ્યના મુખ્ય પરીક્ષા કેન્દ્રો (શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાનો) બેક-ટુ-બેક ઉપલબ્ધ કરાવવા અંગે વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે.

34 જાહેરાતો માટે સામાન્ય અભ્યાસની પરીક્ષાનું આયોજન

આયોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો UPSC અને સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા કેન્દ્રોની ઉપલબ્ધતા અંગે પૂર્ણ સહમતી દર્શાવવામાં આવશે, તો જ 1 ઓગસ્ટે જ GPSC ની પરીક્ષા લેવાનો આખરી નિર્ણય કરવામાં આવશે. જો કેન્દ્રો મળવામાં કોઈ ટેકનિકલ કે લોજિસ્ટિકલ મુશ્કેલી ઊભી થશે તો નવી તારીખ અંગે વિચારણા થઈ શકે છે. હાલ તો આયોગ દ્વારા તમામ 34 જાહેરાતો માટે સમાંતર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot:'ફેસ્ટિવલ હોલીડે'ના અભિનવ અને ધારા પટેલ સામે 50 લાખની ઠગાઈની ફરિયાદ