પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના જગુદણ સ્ટેશન યાર્ડમાં 16.11.2025 (રવિવાર) ના રોજ બ્રિજ નંબર 982 ના પુનઃનિર્માણ કામના સંબંધમાં બ્લૉક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.


આંશિક રદ ટ્રેનો :

01-તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રદ રહેશે.

02-તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ સાબરમતી-આબૂરોડ વચ્ચે અને તારીખ 17.11.2025 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આબૂરોડ-સાબરમતી વચ્ચે આંશિક રદ રહેશે.

રિશિડ્યુલ ટ્રેનો :

01-તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ જોધપુરથી 2 કલાક રિશિડ્યુલ થશે.

02-તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી 01 કલાક રિશિડ્યુલ થશે.

સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ ભારતના સ્વતંત્રતા સંગ્રામ,વીર સ્વતંત્રતા સેનાનીઓ તથા રાષ્ટ્રભક્તિની ગૌરવશાળી પરંપરાને જન-જન સુધી પહોંચાડવાનો છે. પ્રદર્શનમાં સ્વતંત્રતા સંગ્રામથી જોડાયેલા દુર્લભ દસ્તાવેજ, ઐતિહાસિક ચિત્ર, વીર સેનાનીઓના પ્રેરક જીવન પ્રસંગ, દેશભક્તિ સાહિત્ય તથા વિવિધ કલા-કૃતિઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણના રૂપે “વંદે માતરમ્”ગીતની રચના, તેનું ઐતિહાસિક મહત્વ તથા તેનાથી જોડાયેલા મુખ્ય પ્રસંગોને સુંદર, પ્રભાવક અને દર્શનીય રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.


  • Follow us on: