ગાંધીનગરના વાવોલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે, નવા બનતા અંડરપાસમાં જ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે, ખ-3થી વાવોલને જોડતા અંડરપાસમાં પાણી ભરાયા છે અને ત્રણ જેટલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયો છે.
ગાંધીનગરમાં વરસાદના કારણે અંડરબ્રિજ બંધ
ગાંધીનગરમાં વરસાદના કારણે અડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે, ગાંધીનગરના ક રોડ પર પર ટ્રાફિક જામ સર્જાયો છે અને વાવોલ અંડરપાસ બંધ થતા સ્થાનિકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે, વાહનચાલકોની લાઈનો લાગી છે જેના કારણે ઓફિસ જતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે, શહેરના 3 થી 4 અંડરબ્રિજ પાણીમાં ગરકાવ છે.
ગાંધીનગરના ઘ દોઢ પાસે પડ્યો ભૂવો
ગાંધીનગરમાં અંડરપાસ તો બંધ છે સાથે સાથે ઘ દોઢ પાસે ભૂવો પડયો છે, સતત બીજા વર્ષે આ જ જગ્યા પર ભૂવો પડ્યો છે, સાંસદ પુરુષોત્તમ રૂપાલાના ઘર પાસે ભૂવો પડ્યો છે, તો હાલમાં કોઈ બેરિકેટ પણ મૂકવામાં આવ્યું નથી, ગાંધીનગર મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ, ગાંધીનગરમાં પણ ગઈકાલ રાતથી વરસાદ વરસ્યો હતો.
ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ
ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, દહેગામમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, કોલેજ રોડ, નેહરુ ચોકડીમાં પાણી ભરાયા છે.