રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો, જેના કારણે ભાવનગર ડિવિઝનની વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન (૧૯૧૨૦) પ્રભાવિત થઈ હતી. આ બ્લોક હવે દૂર કરવામાં આવ્યો છે, જેના કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી ટ્રેન (૧૯૧૨૦) વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સવારે ૭.૩૦ વાગ્યે ચાલશે.


મુસાફરોને મળશે ઓનલાઈન માહિતી

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ દર શુક્રવાર અને રવિવારે વેરાવળ સ્ટેશનથી ૧ કલાક ૧૫ મિનિટ મોડી દોડાવવામાં આવી રહી હતી, જે ૨૭.૦૬.૨૦૨૫ સુધી મોડી દોડવાની હતી. પશ્ચિમ રેલવેએ હવે આ ટ્રેનને 20.06.2025, 22.06.2025 અને 27.06.2025 ના રોજ સવારે 7.30 વાગ્યે તેના સમયપત્રક મુજબ ચલાવવાનો નિર્ણય લીધો છે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


  • Follow us on: