ગાંધીનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા જાણીતા Blinkit સ્ટોર પર ફૂડ વિભાગની ટીમ દ્વારા અચાનક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્ટોરની અંદર ગંદકી અને કરોળિયાના ઝાળા વગેરે ગંભીર અનિયમિતતાઓ જોવા મળી હતી, જેના કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ત્વરિત કડક પગલાં લેવામાં આવ્યા છે.

Blinkit સ્ટોરનું લાયસન્સ કરાયું સસ્પેન્ડ

સ્ટોરમાં મોટા પાયે અસ્વચ્છતા અને બેદરકારી સામે આવતા ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ Blinkit સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ગ્રાહકોને અપાતી ખાદ્ય સામગ્રી અને કરિયાણાની ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવાના ભાગરૂપે આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રશાસનની આ કડક કાર્યવાહીથી અન્ય ડિજિટલ ડિલિવરી અને રિટેલ સ્ટોર સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Gandhinagar News: Blinkit Store License Suspended in Raysan After Food Inspection

શહેરમાં કુલ 14 સંસ્થાઓની કેન્ટીનમાં તપાસ અને 34 નમૂના જપ્ત

માત્ર Blinkit જ નહીં, પરંતુ ગાંધીનગર શહેરમાં વ્યાપક સ્તરે તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરમાં કુલ 14 જેટલી વિવિધ સંસ્થાઓની કેન્ટીનોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Gandhinagar News: Blinkit Store License Suspended in Raysan After Food Inspection

આ વિશેષ ડ્રાઈવ દરમિયાન વિવિધ ખાદ્યચીજોના શંકાસ્પદ સેમ્પલોની ચકાસણી માટે કુલ 34 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

https://twitter.com/sandeshnews/status/2100920539250586021

આ પણ વાંચો: Gandhinagarમાં અનોખી ચોરી: મોંઘવારી વચ્ચે દૂધ, દહીં અને છાશના કેરેટ ઉપાડી જતો તસ્કર ઝડપાયો