ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરફેર કરતા બુટલેગરો સામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટી સપાટો બોલાવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે દહેગામ-મોટા ચીલોડા રોડ પર આવેલા સ્વર્ગસુધા ગિરફાર્મ નજીક આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

2,690 બોટલ બીયર અને વાહનો સહિત રૂ. 18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના બીયરની આશરે 90 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 2,690 બોટલ બીયર, જેની કિંમત રૂ. 8,05,495/- થાય છે તે જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરફેરમાં વપરાયેલા વાહનો સહિત કુલ રૂ. 18 લાખથી વધુનો મુદ્દામાલ SMC એ પોતાના કબજે લીધો છે. આ મામલે દહેગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Gandhinagar News: State Monitoring Cell Seizes Illegal Liquor Worth ₹18 Lakh

રાજસ્થાનના મુખ્ય બુટલેગર સહિત 7 આરોપીઓ વોન્ટેડ જાહેર

SMC ની પ્રાથમિક તપાસમાં દારૂના આ મોટા નેટવર્ક અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજસ્થાનના મુખ્ય બુટલેગર મહાવીરસિંહ દેવડા સહિત કુલ 7 આરોપીઓને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ક્રેટા કારમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને હેરિયર કાર દ્વારા તેને પાઇલોટિંગ આપવામાં આવી રહ્યું હતું. પોલીસે તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્ર ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Gandhinagar : ભાડૂઆતો અને મકાન માલિકો માટે મોટો ફેરફાર, હવે 3 મહિનાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ નહીં, ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સર્વાનુમતે પસાર