તાજેતરમાં લેવાયેલી TATની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.આ પરિણામ ગુજરાતી,અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમો માટે એકસાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.પરીક્ષા આપનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જઈને પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકશે.
1666 ઉમેદવારોના 120 કરતાં વધુ ગુણ
આ વર્ષે TAT પ્રાથમિક કસોટીમાં રાજ્યભરમાંથી કુલ 147584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.જાહેર થયેલા પરિણામોના આંકડા પ્રમાણે 51971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ, 34644 ઉમેદવારોએ 80થી વધુ ગુણ, 20893 ઉમેદવારોએ 90થી વધુ ગુણ, 10876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ અને 1666 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે.













