ગુજરાતની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે જરૂરી એવી 'શિક્ષક અભિરૂચિ કસોટી - માધ્યમિક' (TAT-Secondary) 2026 ની મુખ્ય પરીક્ષાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે સત્તાવાર નોટિફિકેશન અને સૂચિપત્ર જાહેર કરીને મુખ્ય પરીક્ષાનું સમયપત્રક સ્પષ્ટ કરી દીધું છે.
TAT ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર
પ્રિલિમિનરી કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો હવે 20 સપ્ટેમ્બર 2026 ના રોજ આયોજિત થનારી વર્ણનાત્મક અને વિષયવસ્તુ આધારિત મુખ્ય પરીક્ષામાં બેસશે. રાજ્ય પરીક્ષા બોર્ડના આદેશ મુજબ, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારો 7 સપ્ટેમ્બર 2026 થી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
