ગુજરાતમાં હાલ બે રાજકીય પક્ષો ચેલેન્જની રાજનીતિ કરી રહ્યા છે. બે ધારાસભ્યોએ એક બીજાને ચેલેન્જ આપી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ડ્રામા ચાલી રહ્યો છે. આ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.


બે ધારાસભ્યોએ એક બીજાને ચેલેન્જ આપી

ઋષિકેશ પટેલે કહ્યું કે આ ચેલેન્જની રાજનીતિ નથી વિકાસની રાજનીતિ છે. રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શિખામણ આપશે એ બાબતે ઋષિકેશ પટેલનું મૌન છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ખોડિયાર મંદિર ખસેડવા બાબતે પણ ઋષિકેશ પટેલ મૌન છે.

આ ચેલેન્જની રાજનીતિ નથી વિકાસની રાજનીતિ

કાંતિ અમૃતિયા-ગોપાલ ઇટાલિયા વિવાદ ચાલી રહ્યો છે, કાંતિ અમૃતિયાના સમર્થકો ગાંધીનગર પહોંચી ગયા છે અને કાંતિ અમૃતિયા 12 વાગે ગાંધીનગર પહોંચશે તેવી વાત સામે આવી છે, ઢોલ-નગારા સાથે સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે અને કાંતિ અમૃતિયાની રાહ દેખાઈ રહી છે, જયારે પણ કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તે પહેલા વિધાનસભાના અધ્યક્ષને જાણ કરવાની રહેતી હોય છે, પરંતુ આ વખતે તો ગોપાલ ઈટાલિયા કે કાંતિ અમૃતિયાએ વિધાનસભાના અધ્યક્ષને જાણ કરી નથી.

  • Follow us on: