ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના ચેરમેન તુષાર ધોળકિયાના કાર્યકાળને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તુષાર ધોળકિયાની કામગીરી અને અનુભવને ધ્યાનમાં રાખીને તેમના ચેરમેન પદના કાર્યકાળમાં વધુ બે વર્ષનો વધારો કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણયથી ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરીમાં સાતત્ય જળવાઈ રહેશે.
30 સપ્ટેમ્બરે પૂરી થતી હતી ટર્મ
ઉલ્લેખનીય છે કે, તુષાર ધોળકિયાનો ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકેનો નિયમિત કાર્યકાળ તારીખ 30મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો હતો. મુદત પૂર્ણ થવાના આખરી દિવસે જ સરકારે મંજૂરી આપતાં હવે તેઓ વર્ષ 2028 સુધી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે સેવાઓ આપતા રહેશે.
