ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ ના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મામલે કોંગ્રેસ પક્ષનું કોઈ સત્તાવાર સ્ટેન્ડ ન હતું.

ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી

તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ઇમરાન ખેડાવાલા વંદે માતરમ્ ના બે અંતરા પૂર્ણ થયા બાદ બેસી ગયા હતા. આ ઘટના બાદ તેમણે પક્ષ સમક્ષ પોતાની દિલગીરી વ્યક્ત કરી છે. જોકે, આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ પણ ઇમરાન ખેડાવાલા પાસેથી વિધિવત ખુલાસો માગશે.

સદન માટે કોઈ ચોક્કસ આદેશ નથી

વધુમાં સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે કોંગ્રેસના કાર્યક્રમોમાં બે અંતરાનું જ વંદે માતરમ્ ગાવામાં આવે છે, પરંતુ વિધાનસભા, લોકસભા કે રાજ્યસભા જેવા ગૃહોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બે અંતરા બાદ બેસી જવું, એવું પક્ષનું કોઈ સ્ટેન્ડ કે નિર્દેશ નથી.


આ પણ વાંચો: Gujarat Assembly session Live: વંદે માતરમ વિવાદ પર તુષાર ચૌધરીનું નિવેદન, ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી