વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નું આયોજન શેપિંગ ગ્લોબલ ફ્યુચરની ભવ્ય થીમ હેઠળ કરવામાં આવશે.જે ગુજરાતને વૈશ્વિક સ્તરે ફ્યુચર ગ્લોબલ ટ્રેન્ડ સેટર તરીકે રજૂ કરે છે.આ થીમ સ્થાનિક ઉદ્યોગો અને ક્ષમતાઓને વૈશ્વિક નેતૃત્વ તરફ દોરી જવાની સ્પષ્ટ દિશા નક્કી કરે છે.સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથના માર્ગને પ્રાધાન્ય આપતી આ વિચારધારા પર્યાવરણ અનુકૂળ વિકાસ માટે નવો રાહ ચીંધે છે.આ સમિટ વિશ્વભરના ગ્લોબલ ઇન્વેસ્ટર્સને ગુજરાત સાથે હાથ મિલાવીને ભવિષ્યના સમૃદ્ધ વિકાસમાં ફ્યુચર ગ્રોથ પાર્ટનર બનવા માટે એક મજબૂત અને પ્રેરણાદાયી આમંત્રણ આપે છે.
વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં નિવેષકો આપોઆપ આકર્ષિત થાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે,વડાપ્રધાન મોદીની આગવી સોચથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે નીતિમાં સ્થિરતાં, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં નિવેષકો આપોઆપ આકર્ષિત થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઈઝર એવેન્ટમાં આ મત વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણોથી વિકાસયાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતાં રાજ્યમાં હરેક નિવેશને વિકાસનું માધ્યમ, ઉદ્યોગને રોજગારનો આધાર, ઇનોવેશનને ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં ભાગીદાર બનવા આ ઇવેન્ટમાં આહવાન કર્યું હતું.
