ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 1 થી 5 (ગુજરાતી માધ્યમ) માટેનું FML (ફાઇનલ મેરિટ લિસ્ટ) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઉમેદવારો આજથી જ પોતાના આગળના તબક્કા અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર સત્તાવાર પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશે.

વિદ્યા સહાયકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 11,000 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલતી હતી, જેના કારણે લાંબા સમયથી તૈયારી કરી રહેલા અને ટેટ-1 (TET-1) પાસ ઉમેદવારોમાં ખુશીનો મોટો માહોલ જોવા મળી રહ્યો છે.આ ભરતી પ્રક્રિયામાં કાનૂની બાબતોને ધ્યાનમાં રાખીને માનનીય હાઈકોર્ટમાં થયેલી અરજીઓ અને હુકમ મુજબ કેટલીક જગ્યાઓ અનામત/ખાલી રાખીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ પાલન

શિક્ષણ વિભાગ દ્વારા કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરીને ઉમેદવારોની જિલ્લા પસંદગી અને નિમણૂંક પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નિર્ણય લેવાયો છે.ઉમેદવારોને સત્તાવાર પોર્ટલ vsb.dpegujarat.in પર જઈને પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને જરૂરી વિગતો દાખલ કરીને કોલ લેટર પ્રિન્ટ કરી લેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: World: ફ્રાન્સના પેરિસમાં મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ઐતિહાસિક ઉજવણી,હજારો હરિભક્તો ઉમટ્યા