રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજોમાં ફરજ બજાવતા વિઝિટિંગ લેક્ચરર્સ (અધ્યાપકો)ના હિતમાં એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે તેમના મહેનતાણામાં નોંધપાત્ર વધારો કરવાનો આ મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે.

અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશે

નવા સુધારેલા દરો મુજબ હવેથી સ્નાતક કક્ષાના વર્ગો લેતા વિઝિટિંગ અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશે.જ્યારે અનુસ્નાતક કક્ષાના વર્ગો માટે પ્રતિ કલાકનું મહેનતાણું ₹600 નક્કી કરવામાં આવ્યું છે.આ ફેરફારના પરિણામે લેક્ચરર્સ માટેનું મહત્તમ માસિક વેતન ₹15000 થી વધીને સીધું ₹45000 થઈ જશે.

ઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરી

ઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરી છે કે સુધારેલા મહેનતાણાના આ નવા દરો ઠરાવ બહાર પડ્યાની તારીખથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી રાજ્યની સરકારી કોલેજોમાં સેવા આપતા હજારો વિઝિટિંગ લેક્ચરર્સને આર્થિક રાહત મળશે અને શિક્ષણનું સ્તર પણ વધુ સુધરશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે